તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય મૂળના અમેરિકી પત્રકારે કહ્યું:મોદી ગ્લોબલ લીડર્સ સાથે સંબંધના બદલે દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો પર ભાર મૂકે: ફરીદ ઝકરિયા

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને થર્ડ ગ્રેડના માણસ ગણાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ રાજનેતા છે અને વિદેશના મોટા નેતાઓ સાથે સારા વ્યક્તિગત સંબંધો ધરાવે છે પણ ભારતનું હિત ટોચના નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોમાં નહીં પણ અમેરિકા જેવા દેશ સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવામાં છે. મોદીએ આ દિશામાં કામ કરવું પડશે. ભારતીય મૂળના અમેરિકી પત્રકાર ફરીદ ઝકરિયાએ વરિષ્ઠ ભારતીય પત્રકાર શોમા ચૌધરી સાથે મીડિયા પ્લેટફોર્મ ઇન્કવાયરી માટે એક ઇન્ટરવ્યૂમાં આમ જણાવ્યું છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ત્રીજા દરજ્જાના એવા માણસ ગણાવ્યા કે જેમનામાં જરાય નૈતિકતા નથી.

ઇન્ટરવ્યૂમાં ઝકરિયાએ કહ્યું કે, મોદી કહે છે કે બધા દેશો સાથે ભારતના સારા સંબંધો છે. જ્યારે તમે કહો છો કે તમે મલ્ટી-એલાઇન્ડ (ઘણાં બધા જૂથોમાં હાજર) છો તો તેનો અર્થ એવો થાય છે કે તમારી પાસે મજબૂત ઇન્ટરનેશનલ પોલિસી નથી. વર્તમાન સમયમાં ભારતની જરૂરિયાત એ છે કે તે અમેરિકા સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો રાખે, જે અર્થતંત્ર, સુરક્ષા, ઊર્જા જેવા ક્ષેત્રોમાં હોઇ શકે છે.

ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં જે ભારતીય વડાપ્રધાનનો સૌથી મોટો હાથ રહ્યો તે મનમોહન સિંહ છે. જોકે, આ માટે તેમને વધુ શ્રેય નથી અપાતું. ભારત અને અમેરિકા બંને મોટી લોકશાહી છે. બંને લોકશાહીમાં ઘણી ખામીઓ છે તે સાચી વાત પણ તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે છે અને સાથે આગળ વધી શકે છે.

અમેરિકી રાજકારણ અંગે વાત કરતા ઝકરિયાએ ટ્રમ્પને વિભાજનકારી ગણાવતાં કહ્યું કે, ‘હું ટ્રમ્પને મળી ચૂક્યો છું. તેમણે મને લંચ પર પણ બોલાવ્યો છે. તેઓ પરસ્પર વાતચીતમાં બહુ મિલનસાર લાગે છે પણ સત્ય એ છે કે ટ્રમ્પ નૈતિક મૂલ્યો વિનાના થર્ડ ગ્રેડના માણસ છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો