અમેરિકાએ ફરી ચેતવણી આપી:બાઇડને મોદીને કહ્યું- રશિયા પાસેથી ઓઇલ ખરીદવું ભારતના હિતમાં નથી, અમારી પાસેથી હથિયારો ખરીદો

વોશિંગ્ટન3 મહિનો પહેલા

ભારત અને અમેરિકાની વચ્ચે 2+2 બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની વચ્ચે વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી. આ દરમિયાન બાઈડને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં યુક્રેન પરના હુમલાને કારણે રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની વચ્ચે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ન ખરીદવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવામાં તેજી લાવવી એ ભારતના હિતમાં નથી. અમેરિકાના પ્રેસિડેન્ટે તેની પાસેથી હથિયારો લેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

US રશિયા સાથેના સંબંધોને લઈને ચેતવણી આપી ચૂક્યું છે
રશિયા અને યુક્રેનના યુદ્ધ બાબતે ભારતના સ્ટેન્ડને લઈને અમેરિકાએ પહેલેથી જ પોતાની નારાજગી જાહેર કરી દીધી છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના રશિયા સાથેના સંબંધોને મર્યાદિત રાખે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતના 1-2 ટકા ક્રૂડની આયાત રશિયામાંથી થાય છે, જ્યારે લગભગ 10 ટકા અમેરિકામાંથી થાય છે. જોકે લગભગ એક કલાક ચાલેલી બંને નેતાઓની બેઠકમાં જો બાઈડને યુક્રેન-રશિયાના યુદ્ધના મુદ્દે ભારત પર કોઈપણ પ્રકારનું દબાણ કર્યું નથી.

US પ્રેસિડેન્ટે યુક્રેનને કરવામાં આવેલી મદદનું સ્વાગત કર્યું
આ અંગે બાઇડેને કહ્યું- અમારા અને તમારા મિનિસ્ટર્સ પણ મળી રહ્યા છે. કોવિડ-19 દરમિયાન અમે હેલ્થ અને ઈકોનોમી સાથે જોડાયેલી અનેક ચેલેન્જ ફેસ કરી. આપણી વચ્ચે ડિફેન્સ સહિત અનેક સેક્ટરમાં ઘણી મજબૂત પાર્ટનરશિપ છે. આપણે બંને દેશ દુનિયા માટે લોકતંત્રનું એક ઉદાહરણ છીએ. ભારતે યુક્રેનને જે મદદ કરી એનું હું સ્વાગત કરું છું.

બાઇડને બુચા નરસંહારને લઈને ચિંતા વ્યક્ત કરી
બાઇડેને કહ્યું- બુચા નરસંહારને લઈને હું ઘણો જ ચિંતિત છું. એની તપાસ થવી જોઈએ. તેમણે આગળ કહ્યું- રશિયા અને યુક્રેનના મુદ્દે આપણે સતત વાતચીત કરતા રહીશું. આપણા સંબંધોને મજબૂત કરવા માટે પણ આ પ્રકારની વાતચીત યથાવત્ રહેશે. આ સાથે જ US પ્રેસિડેન્ટે મોદીને કહ્યું- 24 મેના રોજ ક્વૉડ સમિટમાં તમને મળવા માગું છું.

UNમાં યુક્રેન યુદ્ધને લઈને ભારતે અત્યારસુધીમાં કોઈના પક્ષમાં કે કોઈની વિરુદ્ધમાં વોટિંગ કર્યું નથી.
UNમાં યુક્રેન યુદ્ધને લઈને ભારતે અત્યારસુધીમાં કોઈના પક્ષમાં કે કોઈની વિરુદ્ધમાં વોટિંગ કર્યું નથી.

યુનાઈટેડ નેશન્સમાં રશિયા વિરુદ્ધના વોટિંગમાં ભારત સામેલ થયું નથી
ભારતે યુક્રેન પરના હુમલાને લઈને રશિયાની નિંદા કરી નથી. રશિયાની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા ત્રણ પ્રસ્તાવો પર મતદાન દરમિયાન પણ તેણે ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો હતો.

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાંથી રશિયાનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. એની પર થયેલા વોટિંગમાં 93 દેશે રશિયા વિરુદ્ધ વોટ કર્યો હતો, 24 રશિયાની સાથે હતા. એમાં ચીન પણ સામેલ હતું, પરંતુ તેમાં ભારતે ભાગ લીધો નહોતો. આવું 58 દેશે કર્યું હતું. રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયા પછીથી ભારતનું સ્ટેન્ડ ન્યૂટ્રલ રહ્યું છે.

અમેરિકા અને ભારતની વચ્ચે 2+2 વાતચીત
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર 2 પ્લસ 2 વાતચીત માટે અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન બંને દેશની વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપને મજબૂત કરવા અને વધારવા પર ચર્ચા થઈ હતી. એજ્યુકેશન કો-ઓપરેશન, ટેક્નોલોજી, સપ્લાય ચેન પર પણ બંને દેશે વાતચીત કરી.

અન્ય સમાચારો પણ છે...