તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Modern's Claim Our Vaccine Is 100% Effective On Children 12 To 17 Years Old, Will Apply For Approval In The US

વેક્સિનને લઈને સારા સમાચાર:મોડર્નાનો દાવો- અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર, USમાં અપ્રુવલ માટે એપ્લાઈ કરશે

ન્યૂયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડર્નાએ ફેબ્રુઆરીમાં પોતાની વેક્સિનની ટ્રાયલ કિશોર વયના લોકો પર કરી હતી. ફોટો હ્યુસ્ટનનો છે, જ્યાં એક ટીનએજરને વેક્સિન લગાડવામાં આવી રહી છે. - Divya Bhaskar
મોડર્નાએ ફેબ્રુઆરીમાં પોતાની વેક્સિનની ટ્રાયલ કિશોર વયના લોકો પર કરી હતી. ફોટો હ્યુસ્ટનનો છે, જ્યાં એક ટીનએજરને વેક્સિન લગાડવામાં આવી રહી છે.

મોડર્નાએ પોતાની વેક્સિનને બાળકો પર થયેલા બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મંગળવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે તેમની વેક્સિન બાળકો પર 100% પ્રભાવી અને સુરક્ષિત છે. આ ટ્રાયલ 12થી 17 વર્ષના બાળકો પર કરવામાં આવ્યા હતા.

ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3,732 બાળકોના સામેલ કરવામાં આવ્યા. જેમાંથી 2,488 બાળકોને બંને ડોઝ લગાવવામાં આવ્યા. જે બાળકોને વેક્સિનના બંને ડોઝ લાગ્યા હતા, તેમાં કોરોનાના લક્ષણ જોવા નથી મળ્યા. પરિણામ આવ્યા બાદ મોડર્નાએ કહ્યું કે તેઓ પોતાની વેક્સિનને બાળકો માટે મંજૂરી અપાવવા માટે અમેરિકાની રેગ્યુલેટર બોડી FDAની પાસે જૂનમાં એપ્લાઈ કરશે.

બાળકો માટે અમેરિકામાં બીજી વેક્સિન હશે
જો મોડર્નાને મંજૂરી મળી જશે તો આ અમેરિકાના કિશોરો માટે બીજી વેક્સિન હશે. ફેડરલ રેગ્યુલેટર્સે આ મહિને 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ફાઈઝરની વેક્સિનને શરૂઆતમાં 16 અને તેનાથી વધુ ઉંમરના લોકો પર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. તો મોડર્નાની વેક્સિન 18 અને તેનાથી વધુ ઉંમરના લોકોને લગાડવામાં આવી રહી છે.

ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલની વેક્સિન એક્સપર્ટ ક્રિસ્ટિન ઓલિવરનું કહેવું છે કે મોડર્નાના પરિણામ ઘણાં જ આશાભર્યા જોવા મળી રહ્યાં છે. કિશોરને કોવિડથી બચાવવા માટે જેટલી વધુ વેક્સિન હશે તેટલું સારું જ છે.

સૌથી પહેલાં ફાઈઝરને મંજૂરી મળી
બાળકો માટે અપ્રુવલ મેળવનારી દુનિયાની પહેલી કોરોના વેક્સિન ફાઈઝરની હતી. કેનેડાના ડ્રગ રેગ્યુલેટર હેલ્થ કેનેડાએ 12થી 15 વર્ષના બાળકો માટે આ વેક્સિન લગાડવાની મંજૂરી આપી હતી. આ પહેલાં આ વેક્સિન 16 વર્ષથી વધુ ઉમરના લોકોને લગાડવામાં આવી રહી હતી. જે બાદ અમેરિકામાં પણ તેને મંજૂુરી મળી ગઈ.