અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં સ્થૂળ લોકોને બીમારીઓ કરતાં ખરાબ વ્યવહારનો સામનો કરવો પડે છે. તેઓ જે ઈલાજ માટે મેડિકલ સિસ્ટમમાં જાય છે ત્યાં તેમને શરમમાં મૂકવામાં આવે છે. સ્થળૂ લોકો સાથે ખરાબ વર્તને હકીકતમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
છ દેશોમાં સ્થૂળતા પ્રબંધન કાર્યક્રમમાં ભાગ લેનારા 14,000 લોકો પર કરાયેલા સરવેમાં રિસર્ચર્સે જોયું કે, 50%ને તેના માટે શરમમાં મૂકવામાં આવે છે. બે-તૃતિયાંશને તો ડોક્ટરોના હાથે આ પ્રકારના ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો છે. સ્થૂળ બાળકોને સ્કૂલ, કોલેજ, પાર્ક અને બીજા જાહેર સ્થળો પર પરેશાન કરાય છે. જોકે, તેનાથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય લોકો સાથે ભણેલા-દણેલા ડોક્ટર પણ આ બાળકોને માનસિક રીતે હેરાન કરે છે.
હકીકતમાં, આ મહિને અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા પ્રથમ વાર સ્થૂળતા ધરાવતા બાળકો અને કિશોરોના ઈલાજ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે, જેની સામે સવાલો ઉઠ્યા છે. એકેડમીનું કહેવું છે કે, જીવનશૈલીમાં પરિવર્તનના માધ્યમથી વજન ઘટાડવાના મોટાભાગના પ્રયાસ તમામ વયજૂથમાં નિષ્ફળ રહ્યા છે. એટલે, નાના બાળકોને વજન ઘટાડતી દવાઓ અને બેરિયાટ્રિક સર્જરીથી ઈલાજના દાયરામાં લાવવામાં આવ્યા છે.
બે વર્ષ સુધીના બાળકોનો ઈલાજ શરૂ કરવા પર ભાર
એક્સપર્ટે ભેગામળીને ગાઈડલાઈન તૈયાર કરી છે. જેમાં 2 વર્ષ સુધીના નાના બાળકોને સ્થૂળતાના ઈલાજના દાયરામાં લવાયા છે. 12 વર્ષથી વધુ વયના બાળકોને દવા અને 13 વર્ષથી વધુ વયના બાળકોને બેરિયાટ્રિક સર્જરીની સલાહ અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.