અમેરિકામાં ફુડ ફેસ્ટિવલમાં ફાયરિંગ:મિસિસિપીમાં મે દિવસની ઉજવણી કરી રહેલા લોકો પર અંધાધુંધ ફાયરિંગ; એકનું મોત 5 ઘાયલ

વોશિંગ્ટન4 મહિનો પહેલા

અમેરિકાના મિસિસિપી શહેરમાં એક ફુડ ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ફાયરિંગમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલ 27 એપ્રિલથી 1 મે સુધી ચાલવાનું હતું.

મિસિસિપીમાં ફાયરિંગ પછી બે આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા હતા.
મિસિસિપીમાં ફાયરિંગ પછી બે આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા હતા.

મિસિસિપીમાં ફાયરિંગ પછી તાત્કાલિક લોકલ પોલીસ પહોંચી અને તેમને બે આરોપીઓની ધરપકડ કરી. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓફિસર ટાઈરી જોન્સે જણાવ્યું કે આ ઘટના તે સમયે થઈ જ્યારે લોકો 1 મેની ખુશીમાં ત્યાં જશ્ન મનાવી રહ્યાં હતા. તેમને વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં અનેક અપરાધી સંડોવાયેલા હતા, જેની તપાસ ચાલી રહી છે.

પોલીસ ફાયરિંગ કયા કારણસર થયું તેની તપાસ કરી રહી છે
પોલીસ ફાયરિંગ કયા કારણસર થયું તેની તપાસ કરી રહી છે
મિસિસિપીમાં દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વર્ષની થીમ ફુડ મેકિંગ હતી.
મિસિસિપીમાં દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વર્ષની થીમ ફુડ મેકિંગ હતી.
પોલીસે જણાવ્યું કે મોટી સંખ્યામાં ગુનેગારો આવ્યા હતા, જેઓ ઘટના પછી આજુબાજુના વિસ્તારમાં છુપાઈ ગયા.
પોલીસે જણાવ્યું કે મોટી સંખ્યામાં ગુનેગારો આવ્યા હતા, જેઓ ઘટના પછી આજુબાજુના વિસ્તારમાં છુપાઈ ગયા.
ફાયરિંગ પછી ફેસ્ટિવલવાળા સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. લોકોને પોતપોતાના ઘરે જવાનું કહ્યું.
ફાયરિંગ પછી ફેસ્ટિવલવાળા સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. લોકોને પોતપોતાના ઘરે જવાનું કહ્યું.
ઘટના પછી એક હાઈલેવલ ટીમ તપાસ માટે બનાવવામાં આવી. જેવો સતત આજુબાજુના વિસ્તારોમાં દરોડા મારી રહી છે.
ઘટના પછી એક હાઈલેવલ ટીમ તપાસ માટે બનાવવામાં આવી. જેવો સતત આજુબાજુના વિસ્તારોમાં દરોડા મારી રહી છે.
અન્ય સમાચારો પણ છે...