તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા પછી શનિવારે એક વિમાન અચાનક લાપતા થઈ ગયું હતું. ઘરેલુ ઉડાન પર જ રવાના થયેલા બોઈંગ 737 પ્રકારના આ વિમાનનો 4 મિનિટ પછી કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈન્ડોનેશિયલ પરિવહન મંત્રી બદી કાર્યા સુમાદીએ કહ્યું કે, શ્રીવિજયા એરના બોઈંગ 737-500 વિમાને બપોરે નક્કી સમયથી લગભગ એક કલાક પછી 2:36 વાગ્યે જાકાર્તાથી વેસ્ટ કલિમતન પ્રાંતમાં આવેલા પોન્ટિઆનક જવા ઉડાન ભરી હતી. આ ઉડાન 90 મિનિટની હતી, પરંતુ ટેક ઑફની ચાર જ મિનિટ પછી એટલે કે 2:40 વાગ્યે તેનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પહેલા પાયલટે કંટ્રોલ ટાવરથી 29 હજાર ફૂટ ઊંચાઈએ જવાની મંજૂરી માંગી હતી.
શ્રીવિજયા એરનો ગુમ થયેલ ફ્લાઇટ નંબર SJ 182 હતો. FlightRadar24 મુજબ બોઇંગ 737-500 વર્ગનું વિમાન જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક ઓફના ચાર જ મિનિટ પછી, વિમાનએ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક ગુમાવ્યો. તે સમયે વિમાન 10 હજાર ફૂટની ઉંચાઇએ હતું.
Sriwijaya Air flight #SJ182 lost more than 10.000 feet of altitude in less than one minute, about 4 minutes after departure from Jakarta.https://t.co/fNZqlIR2dz pic.twitter.com/MAVfbj73YN
— Flightradar24 (@flightradar24) January 9, 2021
અકસ્માત સ્થળે સર્ચ શિપ અને બચાવ ટીમ મોકલવામાં આવી છે
વિમાનનો જે જગ્યાએ ATCથી સંપર્ક તૂટ્યો હતો ત્યાં સમુદ્ર છે, તેથી તે સ્થળે સર્ચ જહાજો અને બચાવ ટીમો મોકલવામાં આવી છે.રિપોર્ટ મુજબ, આ વિમાન 26 વર્ષથી વધુ જુનું હતુ. તે 1994માં અમેરિકાની કોંટિનેંટલ એરલાઇન્સ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. ત્યાંર બાદ તે વિમાનને શ્રીવિજય એરલાઇન્સ દ્વારા ખરીદવામાં આવ્યું હતું.
એક ડઝન જહાજ શોધમાં લાગ્યા
એરલાઈનના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં ત્રણ બાળક સહિત કુલ 62 લોકો સવાર હતા. તેમાં 56 પ્રવાસી અને છ ક્રૂ મેમ્બર હતા. આ ઘટના બાદ બચાવ અને અન્ય એજન્સીઓ લાપતા વિમાનની શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત ચાર યુદ્ધજહાજ સહિત એક ડઝન જહાજ પણ શોધ અભિયાનમાં સામેલ છે.
બોઈંગ 737 પર સવાલ, છ મહિનામાં બે મોટી દુર્ઘટના
લાપતા થયેલું વિમાન બોઈંગનું 737 મેક્સ સિરીઝનું હતું. આ વિમાનની સુરક્ષાને લઈને પહેલા પણ સવાલ ઉઠતા રહ્યા છે. ઓક્ટોબર 2018માં ઈન્ડોનેશિયા લિયોન એરનું 189 પ્રવાસીને લઈને જતું બોઈંગ 737 મેક્સ વિમાન ક્રેશ થયું હતું. છ મહિના પછી માર્ચ 2019માં ઈથોપિયન એરલાઈન્સની બોઈંગ 737 મેક્સ વિમાન દુર્ઘટનામાં 157ના મોત થયા હતા. ત્યાર પછી ભારત સહિત અનેક દેશોમાં બોઈંગની ઉડાનો અનિશ્ચિત મુદત સુધી રોકી દેવાઈ હતી.
વિમાન એક જ મિનિટમાં 10 હજાર ફૂટ નીચે આવ્યું હતું
આ વિમાન છેલ્લે રડાર પર દેખાયું, ત્યારે એક જ મિનિટમાં 10 હજાર ફૂટ નીચે આવતું ટ્રેક થયું હતું. જો આટલી ઝડપથી કોઈ વિમાન નીચે આવે, તો તેના ક્રેશ થવાની શક્યતા વધી જાય છે. ઈન્ડોનેશિયન મીડિયાના અહેવાલોમાં, કેટલાક માછીમારોના હવાલાથી ઉત્તર જાકાર્તા નજીક થાઉસન્ડ આઈલેન્ડમાં કેટલોક ધાતુનો સામાન મળ્યાની વાત કરાઈ છે. કેટલાકને તે વિમાનના ટુકડા હોવાની પણ શંકા છે.
એન્જિનમાં મુશ્કેલીઃ વિમાન સાથે સૌથી મોટી મુશ્કેલી તેના એન્જિનમાં છે. ભલે તેમાં ઈંધણ બચે છે, પરંતુ એન્જિનની સમસ્યાના કારણે તેની ગતિ જાતે જ ધીમી થઈ જાય છે અને એન્જિન બંધ પણ થઈ શકે છે. આ સમસ્યા ઉકેલવા કંપનીએ વિમાનમાં MCAS નામનું સોફ્ટવેર લગાવ્યું છે. એવા પણ સમાચાર હતા કે, બોઈંગ આ વિમાનોનું ઉત્પાદન જ બંધ કરવાનો વિચાર કરી રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.