તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાઝની પુત્રીના ગંભીર આરોપ:મરિયમ શરીફે કહ્યું- જેલમાં હતી તો ત્યાં બાથરૂમમાં પણ કેમેરા લગાવી દીધા હતા

ઇસ્લામાબાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મરિયમ નવાઝ શરીફે આ ફોટો 6 નવેમ્બરના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. મરિયમે હાલના સમયમાં ઇમરાન સરકાર અને સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. - Divya Bhaskar
મરિયમ નવાઝ શરીફે આ ફોટો 6 નવેમ્બરના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. મરિયમે હાલના સમયમાં ઇમરાન સરકાર અને સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મરિયમ શરીફે ગંભીર આરોપ લગાવ્યા છે. મરિયમે કહ્યું- જ્યારે હું જેલમાં હતી ત્યારે ત્યાંના પ્રશાસને મારી બેરેકના બાથરૂમમાં પણ કેમેરા લગાવી દીધા હતા. આ એક મહિલાનું અપમાન છે. મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (પીએમએલ-એન)ના વાઇસ-પ્રેસિડેન્ટ અને સાંસદ પણ છે. થોડા દિવસ પહેલાં સેના અને આઈએસઆઈ અધિકારીઓ કરાંચીમાં તેમની હોટલના રૂમમાં તેઓ જબરદસ્તી ઘૂસી ગયા હતા અને મરિયમના પતિની ધરપકડ કરીને લઈ ગયા હતા.

મરિયમે વધુ શું કહ્યું
એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં મરિયમે પાકિસ્તાનના રાજકારણથી જોડાયેલા મુદ્દા અને સરકાર સામેના અનેક સવાલના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું, ગત દિવસોમાં સરકારે મને બે વાર જેલમાં ધકેલી અને હું ત્યાની પરિસ્થિતિ બાબતે વાત કરું તો આશ્ચર્ય લાગે છે. એક મહિલા સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે. જો હું સત્ય જણાવું તો તેઓ (સરકાર અને તંત્ર) મને ચહેરો બતાવવાને લાયક પણ નહીં રાખે. ઈમરાન તે યાદ રાખે કે પાકિસ્તાન હોય કે દુનિયાનો કોઈપણ દેશ, મહિલાઓ ક્યાંય પણ નબળી નથી. જેલની અંદર અને ત્યાં સુધી કે બાથરૂમમાં પણ કેમેરા લગાવી દીધા હતા.

અપમાનિત કરવામાં આવી
મરિયમે વધુમાં કહ્યું, આ કેવા પ્રકારની સરકાર છે? એક મહિલાની તેના પિતાની સામે ધરપકડ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જો કોઈ પૂર્વ વડાપ્રધાનની પુત્રી અને સાંસદ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી તો પછી કઈ મહિલા સુરક્ષિત હશે.

સેના સાથે વાતચીત કરવા માટે તૈયાર
નવાઝ શરીફની હાલના દિવસોમાં લંડનમાં સારવાર ચાલી રહી છે. ત્યાંથી વિડિયો-કોન્ફરન્સ દ્વારા તેમણે અનેક રાજકીય રેલીઓને સંબોધન કર્યું અને નામ લઈને સેના પર ગંભીર આરોપો લગાવ્યા. મરિયમે પણ સ્પષ્ટ કહ્યું હતું- સેનાનું કાર્ય સરહદની સુરક્ષા કરવાનું છે, શાસન કરવાનું નથી. ઇન્ટરવ્યુના એક સવાલના જવાબમાં મરિયમે કહ્યું, સેના સાથે વાતચીતમાં કોઈ સમસ્યા નથી, પરંતુ પહેલા ઇમરાન સરકારે રાજીનામું આપવું જોઈએ. તે કોના કારણે સત્તામાં છે, એ બધા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો