તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Millions Of Children Sent To Boarding Schools In The Name Of Training, Detained In One Million Uighur Camps In China

ઇકોનોમિસ્ટમાંથી:ચીનમાં દસ લાખ ઉઈગર શિબિરોમાં નજરકેદ, ટ્રેનિંગના નામે લાખો બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલ્યાં

બેઇજિંગ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીનની રાહત શિબિરમાં ઉઈગરની ફાઇલ તસવીર.
  • શિનજિયાંગમાં મસ્લિમોનું ઉત્પીડન દુનિયાભરમાં માનવ અધિકારો પર હુમલાનો એક ભાગ છે
  • ઈસ્લામી રીતિ-રિવાજ માનવા સામે વાંધો, એક-બીજા પર નજર રાખવાની વ્યવસ્થા

ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર અવિશ્વસનીય લાગે છે. સેટેલાઈટથી મળેલા પુરાવા અને સરકારી દસ્તાવેજોમાં બહાર આવેલી માહિતી ઉઈગરોની દયનીય સ્થિતી દર્શાવે છે. તેના વિરુદ્ધ ચીન સાથે વિદેશોમાં પણ અભિયાન ચાલુ છે. વ્યવસાયિક શિક્ષણ અને ટ્રેનિંગના નામે તેમને શિબિરોમાં નજરકેદ કરાયા છે.

શિનજિયાંગ રાજ્યમાં 2017 પછી દસ લાખથી વધુ ઉઈગર નજરકેદ છે. તેમને ઉગ્રવાદ છોડવા અને કુરાનને બદલે ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગના વિચારોમાં વિશ્વાસ મૂકવાનો પાઠ ભણાવાય છે. લાખો બાળકોને માતા-પિતાથી અલગ કરીને બોર્ડિંગ સ્કૂલોમાં રખાયા છે. એક પરિવાર અનેક પરિવારો પર દેખરેખ રાખે છે. ઉઈગુર પરિવારોએ પોતાની સાથે હાન જાતિના ચીની લોકોને થોડા દિવસ રાખવા પડે છે.

ચીનમાં એક કરોડ 20 લાખ ઉઈગરનો એક નાનકડો લઘુમતિ સમુદાય છે. તેમની તુર્કિક ભાષા ચીનીઓથી અલગ છે. તેઓ મોટાભાગના મુસ્લિમ છે, જેમાંથી કેટલાક લોકોએ આતંકવાદી હુમલા કર્યા છે. 2014માં એક બજારમાં બોમ્બ વિસ્ફોટની ઘટનામાં 43 વ્યક્તિના મોત થયા હતા. 2017 પછી કોઈ આતંકવાદી ઘટના ઘટી નથી. સરકાર કહે છે કે, કડક સુરક્ષા વ્યવસ્થા અને ઉગ્રવાદ વિરોધી શિક્ષણે શિનજિયાંગને ફરી સલામત બનાવી દીધું છે.

ચીનના રાષ્ટ્રપતિના ગુણગાન ન ગાનારાને નજરકેદનો ખતરો રહે છે. ઉઈગર મહિલાઓ પર મર્યાદિત પરિવારનો નિયમ કડકાઈથી લાગુ થાય છે. મોટી સંખ્યામાં મહિલાઓની નસબંધી કરાઈ છે. સરકારી આંકડા મુજબ બે વિસ્તારોમાં ઉઈગુરોનો જન્મદર 2015થી 2018 વચ્ચે 60%થી વધુ ઘટ્યો છે. હાન ચીનીઓ સાથે લગ્ન મટે ઉઈગર મહિલાઓને ફ્લેટ, નોકરી કે કોઈ સગાની નજરકેદમાંથી છોડવા જેવી લાલચ અપાય છે.

દુનિયામાં માનવાધિકાર અને લોકશાહી નબળી પડી રહી છે. કોવિડ-19 મહામારી પહેલા જ તેની શરૂઆત થઈ ગઈ હતી. થિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસ મુજબ માત્ર મલાવીમાં સ્થિતિ સારી છે. અનેક લોકો માનવાધિકારોને પશ્ચિમના દેશો સાથે સાંકળે છે. જોકે, અમેરિકાએ ઉઈગરોની બાબતે ચીન પર કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. ચીન આંતરરાષ્ટ્રીય મંચ પર માનવાધિકારોને વ્યક્તિગત મર્યાદા, સ્વતંત્રતાને બદલે વિકાસ તરીકે રજુ કરે છે. આ સપ્તાહે ચીનને રશિયાની સાથે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ચૂંટવામાં આવ્યું હતું. સરવે મુજબ 86% જાપાની અને 85% સ્વીડિશ લોકો ચીન પ્રત્યે સારી માન્યતા રાખતા નથી.

દરેક પરિવારે બહુમતી ચીનીને કેટલાક દિવસ ઘરમાં રાખવો પડે છે
ચીનના અધિકારી શિનજિયાંગની રાજધાની ઉરુમકીની સ્કૂલોમાં બાળકોના ઘરમાં તેમની દિનચર્યા અંગે પૂછપરછ કરે છે. તેઓ જાણવા માગે છે કે, શું તેમના માતા-પિતા ઘરમાં ઈસ્લામી રીત અપનાવે છે. જો આવી માહિતી મળે છે તો પરિવારના એક સભ્યને નજરકેદ શિબિરમાં મોકલી દેવાય છે. શિનજિયાંગમાં 30 લાખ ઉઈગર છે. 15 વર્ષથી ઓછી વયના લગભગ અઢી લાખ બાળકો બોર્ડિંગ સ્કૂલોમાં હતા, જેમના માતા-પિતા નજરકેદ હતા. 2019માં 8 લાખ 80 હજાર બાળકો બોર્ડિંગ સ્કૂલોમાં હતા. ઉઈગરો પર હંમેશા નજર રખાય છે. એક પરિવારે દસ પડોશી પરિવાર પર નજર રાખવી પડે છે. સરકારે હજારો હાન અધિકારીઓ અને નાગરિકો પર ઉઈગરોના ઘરોમાં રોકાવાની નીતિ બનાવી છે. તેઓ લગભગ દર મહિને ઉઈગર પરિવાર સાથે દસ દિવસ સુધી રહે છે અને તેમની જીવનશૈલી પર નજર રાખે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો