તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Milk, Vegetable, Grocery And Medical Traders Will Be Vaccinated First So That Others Do Not Become Infected.

રાજસ્થાન સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય:દૂધ, શાકભાજી, કરિયાણું અને મેડિકલના વેપારીઓને પહેલા વેક્સિન અપાશે, જેથી અન્ય લોકો સંક્રમિત ન થાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનમાં વેક્સિનેશનની મર્યાદા 45 વર્ષના ઉંમર સુધીની રહેશે

રાજસ્થાનમાં શાકભાજી, દૂધ, કરિયાણું અને દવાનું વેચાણ કરનારાઓને પ્રથમ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આવું એટલા માટે કરાયું છે કે જેનાથી અન્ય લોકોમાં સંક્રમણ ઝડપથી ન પ્રસરે. રાજસ્થાનમાં પણ કોરોનાવાયરસ પવનની ગતિએ ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે રાજ્ય સરકારે મહામારી ઊપર નિયંત્રણ મૂકવા માટે 3જી મે સુધી લોકડાઉન જાહેર કરી દીધુ છે. આ લોકડાઉનમાં શાકભાજી, દૂધ, કરિયાણું અને દવાનું વેચાણ કરતા વેપારીઓેને છૂટ આપવામાં આવી છે. જેથી રાજ્ય સરકારે સૌથી પહેલા આ તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે.

વેક્સિનેશનની મર્યાદા 45 વર્ષના ઉંમર સુધીની રહેશે
સરકારના જણાવ્યા અનુસાર જે શાકભાજી, દૂધ, દવાઓ અને કરિયાણાની વસ્તુઓનું વેચાણ કરી રહ્યું છે એની ઉંમર 45 વર્ષથી વધુની હોવી જોઈએ. આ તમામ લોકોને પ્રાથમિક ધોરણે વેક્સિનનો ડોઝ અપાશે. 1લી મેથી જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ થશે, ત્યારે પણ સરકાર આ ઉંમરની વ્યક્તિને પ્રાથમિકતા આપીને વેક્સિનનો ડોઝ આપશે.

કલેક્ટરને આદેશ કર્યો
સારવાર અને આરોગ્ય વિભાગના સેક્રેટરીએ રાજસ્થાનના તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે આમાંથી કોરોનાગ્રસ્ત અને હોટસ્પોટ વિસ્તારમાં કાર્યરત બેન્કના કર્મચારીઓ, ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો, શાકભાજીની લારીઓ અને દુકાન ચલાવનારાઓ, દૂધ અને દવાઓનું વેચાણ કરનારાઓ તથા સમાચાર પત્રને ઘરે-ઘરે પહોંચાડવાનું કામ કરતા લોકોથી માંડીને મીડિયા કર્મચારીઓ સુધીને વેક્સિન લગાવવાનો આદેશ કર્યો છે.

અત્યારસુધી 1.13 કરોડથી પણ વધુ ડોઝ લગાવાયા છે
રાજ્યમાં વેક્સિનેસનને ફરી એકવાર યોગ્ય ગતિ પ્રદાન થઈ છે. સોમવારના રોજ પ્રદેશમાં 2.87 લાખ લોકોને કોવિડ વેક્સિન અપાઈ હતી. 16 જાન્યુઆરીથી જોઈએ તો અત્યાર સુધી લગભગ 1.13 કરોડ લોકોને વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 49.03 લાખ લોકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુની છે. તો 38.73 લાખ લોકો 45થી 59 ઉંમરના છે.

અન્ય સમાચારો પણ છે...