ઓમિક્રોનને સામાન્ય ન ગણશો:નવા વેરિયન્ટનો માઈલ્ડ ઈન્ફેક્શન પણ શરીરના આ અંગોને કરે છે ડેમેજ, નવી સ્ટડીમાં કરાયો દાવો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓમિક્રોનને દુનિયભારમાં માઈલ્ડ ઈન્ફેક્શન એટલે કે સામાન્ય સંક્રમણવાળો વેરિયન્ટ ગણાવીને હળવાશથી લેવામાં આવે છે. જેને લઈને જર્મનીના એક્સપર્ટસે ચિંતા વ્યક્ત કરી છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસનું ઈન્ફેક્શન અસર છોડે છે, તે પછી ભલે જ દર્દીઓમાં તેના લક્ષણો જોવા મળતા ન હોય. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોનમાં લક્ષણ વગર કે સામાન્ય સંક્રમણના કેસ જ સામે આવી રહ્યાં છે.

સ્ટડી મુજબ બીમારીના સામાન્ય સંક્રમણ પણ શરીરના અંગોને ડેમેજ કરી શકે છે. તેથી SARS-CoV-2 ઈન્ફેક્શનના સામાન્ય લક્ષણવાળા 45થી 74 વર્ષની ઉંમરના કુલ 443 લોકોની તપાસ કરવામાં આવી. સ્ટડીમાં સામેલ કરવામાં આવેલા સંક્રમિતોમાં સામાન્ય કે કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોવાની જાણકારી આપવામાં આવી. તેનું પરિણામ જણાવે છે કે આ સંક્રમિતોમાં સંક્રમિત ન થનાર લોકોની તુલનાએ મીડિયમ ટર્મ ઓર્ગન ડેમેજ જોવા મળ્યું.

ઓમિક્રોન કરે છે નુકસાન
સ્ટડીના શોધકર્તાઓએ એક નિવેદનમાં કહ્યું કે, "લંગ્સ ફંક્શન ટેસ્ટમાં ફેફસાંનું વોલ્યૂમ ત્રણ ટકા જેટલું ઓછું થયું. આ ઉપરાંત હાર્ટના પમ્પિંગ પાવરમાં સરેરાશ 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે લોહીમાં પ્રોટીનનું સ્તર 41 ટકા સુધી વધી ગયું જે હાર્ટ પર પડતાં તણાવ અંગે જણાવે છે."

સ્ટડી કરનારાઓને બેથી ત્રણ ગણો લેગ વીન થ્રોમ્બોસિસના સંકેત જોવા મળ્યા અને કિડની ફંક્શનમાં લગભગ બે ટકાનો ઘટાડો પણ નોંધાયો. જો કે દર્દીના બ્રેન ફંક્શન પર તેની કોઈ જ ખરાબ અસર જોવા મળી ન હતી.

ઓમિક્રોનના મામલે આ જાણકારી અમારા માટે ઘણી જ મહત્વની
સાયન્ટિફિક સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર રાફેલ ટ્વેરેન બોલ્ડે કહ્યું, "આ જાણકારી અમારા માટે ઘણી જ મહત્વની છે. ખાસકરીને ઓમિક્રોનના મામલે, જે સામાન્ય લક્ષણોવાળો જોવા મળે છે." હાર્ટ એન્ડ વસ્ક્યૂલર સેન્ટર ઓફ ધ યુકેના મેડિકલ ડાયરેક્ટર સ્ટીફ બ્લેકેનબર્ગે કહ્યું, "સ્ટડીના પરિણામ પ્રાથમિક સ્ટેજ પર સંભવિત જોખમોને સમજવામાં મદદ કરે છે કે જેથી દર્દીઓની સારવારમાં યોગ્ય પગલાં ભરી શકાય."

એક્સપર્ટ્સનું માનવામાં આવે તો કોરોનાના પહેલાના વેરિયન્ટ્સ લોવર રેસ્પિરેટર સિસ્ટમમાં રેપ્લીકેટ થતા હતા જેમાં વ્યક્તિના ફેફસાં પર વાયરસની વધુ અસર જોવા મળતી હતી. પરંતુ નવો ઓમિક્રોન વેરિયન્ટ અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં રેપ્લીકેટ થાય છે, જેનાથી ફેફસાંને ઓછું નુકસાન થઈ શકે છે. અહીં શ્વાસ લેવામાં મુશ્કેલી અને સ્વાદ, ગંધની ઓળખ કરવાની શક્તિ ગુમાવવા જેવાં કોઈ જ લક્ષણ પણ નથી જોવા મળતા. જો કે આ વાયરસને ફેલાવવાની સ્પીડને વધારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...