તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આક્ષેપો મામલે કાનૂની કાર્યવાહી વિશે મિશિગનના એટર્ની જનરલ ડેના નેસેલે કહ્યું- ભૂલ માફ થઈ શકે છે પરંતુ ગુનો નહીં

મિશિગન17 દિવસ પહેલાલેખક: રિતેશ શુક્લ
  • કૉપી લિંક
મિશિગનના એટર્ની જનરલ ડેના નેસેલ.

ડોનાલ્ડ ટ્રમ્પ પર તેઓ રાષ્ટ્રપતિ રહ્યાં ત્યારે ગંભીર આક્ષેપ થયા છે. ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની તૈયારી પહેલેથી જ કરી લેવાઈ છે. ટીમ બાઈડેન ટ્રમ્પના પરિવાર અને તેમના નજીકના લોકોને કાનૂની કાર્યવાહીની અંદર લાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પ જેલ જઈ શકે છે એવું મિશિગનના એટર્ની જનરલ ડેના નેસેલે કહ્યું છે. ભાસ્કરના રિતેષ શુક્લએ નેસેલ સાથે ટ્રમ્પના ભવિષ્ય અંગે વાતચીત કરી.

સવાલ: ટ્રમ્પ વિરુદ્ધ કયા મામલે કાર્યવાહીની તૈયારી છે અને કેમ?
નેસેલ: અમે ક્યારેય એવી પરંપરા સ્થાપિત કરવા નથી માંગતા કે જેમાં ગુનેગાર છૂટી જાય. ટ્રમ્પ વિરુદ્ધ કરચોરી, રાષ્ટ્રપતિ પદનો પોતાના બિઝનેસ માટે દુરુપયોગ, મહિલાઓ સાથે દુર્વ્યવહાર, ચીનમાં પોતાના બેન્ક એકાઉન્ટ છૂપાવવાનો આરોપ છે. આ કોઈ રાજકીય ભૂલ નથી પણ સમજી વિચારીને આચરાયેલો ગુનો છે. આ માટે રાજકીય બદલો કેહવું ખોટું હશે.

સવાલ: ટ્રમ્પ બાઈડેન અને ઓબામાને જેલ મોકલવા માંગતા હતા, શું આથી ટ્રમ્પ સામે કાર્યવાહી કરશો?
નેસેલ: જ્યારે બાઈડેન આફિસમાં ચાર્જ લેશે, કાયદો અને વ્યવસ્થા પોતાનું કામ કરશે અને ટ્રમ્પ પોતાની મેળે જ જેલ પહોંચી જશે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ પર રહીને જધન્ય ગુના કર્યા છે. તેમના પરિવારના સભ્યો અને નજીકના લોકો સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

સવાલ: તમારા રાજ્ય મિશિગનમાં પણ ટ્રમ્પે વોટમાં ગેરરીતિ કર્યાનો આક્ષેપ કર્યો છે, તમે શું કહેશો?
નેસેલ: ટ્રમ્પ પોસ્ટ દ્વારા મોકલાયેલા વોટને ગેરરીતિ ગણાવે છે. જ્યારે આંકડા કહે છે કે અમેરિકામાં વોટમાં ગેરરીતિનો એક પણ કેસ સામે આવ્યો નથી. કોઈ રોગથી પીડિતા વ્યક્તિએ ભૂલથી બેવાર બેલેટ માંગી લીધા હોય તો તે અલગ વાત છે. ટ્રમ્પ કોર્ટમાં જવા સ્વતંત્ર છે પણ તેમના કેસમાં દમ નથી. તેઓ અદાલત જઈને આ વાત સારી રીતે સમજી ચૂક્યા હશે.

સવાલ: શું એક રાજ્યના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ કે ફેડરલ એટર્ની જનરલના કામ અંગે પોતાનો મત જાહેર કરી શકે છે?
નેસેલ: મને મિશિગનની જનતાએ ચૂંટીને એટર્ની જનરલ બનાવી છે. હું રાષ્ટ્રપતિ માટે કે ફેડરલ એટર્ની જનરલ માટે કામ કરતી નથી. હું સ્વતંત્ર રીતે મારો મત આપી શકું છું અને વ્યક્ત કરી શકું છું અને કરતી રહીશ. જો ફેડરલ એટર્ની જનરલ કે રાષ્ટ્રપતિ કાયદો તોડે તો ભલે હું તેમના પર સીધી કાર્યવાહી ના કરી શકું પણ મારો મત જરૂર આપી શકું છું.

સામાન્ય નાગરિક બન્યા પછી દુષ્કર્મના કેસમાં ટ્રમ્પના ડીએનએની તપાસ થઈ શકે છે, કુલ 5 કેસ શરૂ થઈ શકે છે
1. ન્યૂયોર્કમાં ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ બનવા અગાઉ પહેલાથી જ કેસ ચાલી રહ્યો છે. આક્ષેપ છે કે તેમણે પોતાના વકીલ માઈકલ કોહેન દ્વારા બે મહિલાઓને યૌન શોષણ બદલ ચૂપ રહેવા પૈસા અપાવ્યા હતા.
2. બાઈડેન વહીવટીતંત્રના નવા એટર્ની જનરલ ટ્રમ્પ વિરુદ્ધ કરચોરીની તપાસ શરૂ કરી શકે છે. 2016 અને 2017માં ટ્રમ્પે માત્ર 750 ડૉલરનો વાર્ષિક કર ભર્યો હતો અને જે હવે તપાસ પાત્ર છે.
3. એલે મેગેઝિનની લેખિકા રહેલી જિયાન કેરલે ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાષ્ટ્રપતિપદથી હટ્યા પછી તેમના ડીએનએની તપાસ થઈ શકે છે. હાલમાં આ મામલામાં તેમને ઇમ્યુનિટી મળી છે.
4. ટ્રમ્પના ટીવી શો એપરેંટિસમાં ભાગ લેનાર સમર જેવોસે તેમના પર જબરજસ્તી કરવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પે જેવોસને જૂઠો ગણાવ્યો હતો અને ન્યૂયોર્કની કોર્ટમાં તેની સામે બદનક્ષીનો દાવો કર્યો છે. આ કેસ ફરી ખૂલી શકે છે.
5. ટ્રમ્પ પર આક્ષેપ છે કે તેમને પોતાની કંપનીના ખાતામાં બતાવેલા 5.6 કરોડ રૂપિયા કન્સન્ટન્સીના નામે ખર્ચ કર્યા પરંતુ તેમની જ બીજી કંપનીમાંથી આ રકમ તેમની પુત્રી ઇવાન્કાને આપી જે ઠગાઈની શ્રેણીમાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો