વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીની આંખમાં આંસુની આ તસવીર તેના કરોડો પ્રશંસકોને પણ રડાવી ગઈ. આ આંસુઓનું કારણ છે - આર્જેન્ટીનાના આ સ્ટાર ફૂટબોલરને સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડવી પડી. મેસી 13 વર્ષની ઉંમરથી આ ક્લબ સાથે જોડાયેલો હતો અને 21 વર્ષથી આ ક્લબ તરફથી રમી રહ્યો હતો.
...તો કેમ છોડવી પડી ક્લબ
બાર્સેલોના ભારે નાણાકીય સંકટમાં છે. લગભગ 8000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મેસીએ 2017માં ક્લબ સાથે આખરી ડીલ લગભગ 4900 કરોડ રૂપિયામાં કરી હતી, આથી આ ક્લબ મેસી સાથે નવું ડીલ કરી શકી નહીં. મેસી હવે પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ક્લબ સાથે જોડાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.