તમે ગમે તે દેશ, જાતિ અથવા ધર્મના હોવ પરંતુ કમ્ફર્ટ ફૂડનું સેવન દરેક વખતે એક જેવો જ અનુભવ હોય છે એટલે કે તમારા મનને શાંતિ મળશે. દરેક દેશમાં સંસ્કૃતિ અને વાતાવરણના આધાર પર પોતાનું અલગ પ્રકારનું કમ્ફર્ટ ફૂડ હોય છે. સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જ્યારે જીવનમાં ખૂબ જ ઊથલપાથલ હોય છે તો લોકો એવું ભોજન પસંદ કરે છે જેનું તેમણે પહેલાં સેવન કર્યું નથી.
ટાઇમ્સ ઑફ ચેન્જના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જીવનમાં વધુ સ્થિરતા હોય ત્યારે લોકો લોકપ્રિય બ્રાન્ડનું ભોજન પસંદ કરે છે. તેનાથી અમને નવી સંભાવનાઓ શોધવામાં મદદ મળે છે. ઉત્તર અમેરિકામાં કમ્ફર્ટ ફૂડ તરીકે પિઝાનું સૌથી વધુ સેવન કરાય છે. પુરુષ ઉજવણીના માહોલમાં કમ્ફર્ટ ફૂડ વધુ પસંદ કરે છે. જ્યારે મહિલાઓ તણાવમાં કમ્ફર્ટ ફૂડ ખાય છે. ત્યારબાદ તેઓ પસ્તાવો પણ કરે છે. વધુ ખુશ નથી હોતી. ભારતમાં કમ્ફર્ટ ફૂડ તરીકે લોકો સૌથી વધુ ખીચડી ખાવાનું પસંદ કરે છે.
સંબંધોમાં જોડાણ અને પોતીકાપણાની ભાવના જાગે છે
કમ્ફર્ટ ફૂડ ખાવાથી લોકો સંબંધોમાં જોડાણ અનુભવે છે. પરસ્પર પોતિકાપણાની ભાવના જાગે છે. અમેરિકામાં કમ્ફર્ટ ફૂડ સાથે આરોગવાથી લોકો સુરક્ષિત અનુભવે છે પરંતુ તેનો પ્રભાવ ભૂતકાળ પર પણ નિર્ભર કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.