ભાસ્કર વિશેષ:પુરુષો મહિલા સમાનતાની વાત કરે છે, પણ 58% તેવું ઇચ્છતા નથી, મહિલાઓ સંવાદમાં કુશળ

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 62 દેશમાં જેન્ડર ઇક્વિલિટીને લઇને સ્ટડી

દુનિયાભરમાં જેન્ડર ઇક્વિલિટી એટલે મહિલા-પુરુષ સમાનતાની ચર્ચા થાય છે, પરંતુ પુરુષ માત્ર વાતો કરે છે. તાજેતરમાં થયેલા 62 દેશના એક સરવેમાં જાણવા મળ્યું કે 58% પુરુષ સમાનતા ઇચ્છતા નથી. 95% પુરુષ નકારાત્મક શબ્દોને મહિલા સાથે જોડીને જુએ છે.

આ સરવેમાં આ દેશોના સ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અંદાજે 27,343 લોકો પર થયેલા આ સરવેમાં માત્ર 3% મહિલા જ સામેલ હતી. સરવેમાં પ્રતિભાગીઓ પાસેથી વ્યક્તિત્વના લક્ષણો વિશે મંતવ્ય માગવામાં આવ્યું હતું કે આ એક પુરુષ અથવા મહિલા માટે કેટલું જરૂરી છે.

સરવેમાં સકારાત્મક તેમજ નકારાત્મક બંને પ્રકારનું નિષ્કર્ષ મળ્યું હતું, પરંતુ પુરુષો માટે સકારાત્મક વલણ જ રહ્યું હતું. જ્યારે મહિલાઓ માટે મિશ્ર પરિણામ મળ્યું હતું.

સરવેના પરિણામ પુરુષોની અલગ અલગ માનસિકતા તરફ ઇશારો કરે છે. કંપનીમાં લોકો પુરુષોને જ બોસ તરીકે જોવાનું પસંદ કરે છે. મહિલાઓ સંવાદમાં વધુ કુશળ હોય છે. સરવે અનુસાર આ પરિણામ બાળકો પર વધુ પ્રભાવ પાડી શકે છે, તેનાથી દૃષ્ટિકોણ પ્રભાવિત થઇ શકે.

મહિલાઓની તુલનામાં પુરુષો વધુ મક્કમ હોય છે
સરવેમાં જાણવા મળ્યું કે પુરુષો વધુ દૃઢ અને પ્રતિસ્પર્ધી હોય છે. મહિલામાં કરુણા, સહાયતા અને સહાનુભૂતિ હોય છે. આ રીતે પુરુષોને પ્રભુત્વ તેમજ મહિલાઓને વીકનેસથી જોડીને પણ જોવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...