ભાસ્કર વિશેષ:પુરુષોને સિમ્યુલેટરથી પિરિયડ્સના દર્દનો અનુભવ કરાવાયો, 10% તકલીફ પણ સહન ના કરી શક્યા

ન્યુયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરળમાં પિરિયડ્સ પર જાગૃતિ માટે ‘ફીલ ધ પેઇન’ કેમ્પેન

મહિલાઓ જે દર્દમાંથી દર મહિને પસાર થાય છે તે દર્દ પુરુષોને પિરિયડ સિમ્યુલેટર થકી આપીને મહિલાઓની મુશ્કેલીનો અનુભવ કરાવાયો તો તેઓ 10% તકલીફ પણ સહન ના કરી શક્યા. આ પ્રયોગ હેઠળ પુરુષોને ખુરશી પર બેસાડીને તેમને પિરિયડ ક્રેમ્પ જેટલું દર્દ ઈલેક્ટ્રિક કરન્ટથી અપાય છે.

આ પ્રયોગમાં ભાગ લેનારા મોટા ભાગના પુરુષ દર્દથી ચીસ પાડી ઊઠ્યા, જ્યારે મહિલાના ચહેરા પર માંડ થોડું દર્દ વર્તાતું હતું. એટલું જ નહીં, અનેક મહિલાઓ તો હસતી હતી. આ પ્રયોગમાં ભાગ લેનારા ફહીમ રહેમાન કહે છે કે જ્યાં સુધી ક્રેમ્પ ખતમ ના થયા, હું કશું જ વિચારી નહોતો શકતો. આ કેમ્પેન ડિઝાઈન કરનારા સાન્ડ્રા સેની કહે છે કે, મેં યુટ્યૂબ પર વિદેશોમાં આવા પ્રયોગ જોયા હતા. પછી મેં આપણા દેશમાં પણ આ શરૂ કરવાનું નક્કી કર્યું. અમારા કેમ્પેનના અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં સિમ્યુલેટર બેન્ડથી બાંધેલા પુરુષો ક્રેમ્પના કારણે રડી રહ્યા છે, જ્યારે મહિલાઓ હસતી દેખાય છે.

સેની કહે છે કે સિમ્યુલેટરના 45-50ના લેવલ સુધી જતા જતા પુરુષ ક્રેમ્પ સહન નથી કરી શકતા અને તે રોકવાનું કહે છે. કેટલાક પુરુષ 60 લેવલ સુધી સહન કરી લે છે. પુરુષ પિરિયડની તકલીફોનો 10% હિસ્સો માંડ સહન કરી શક્યા છે. મહિલાઓ પાસે પિરિયડ્સ ક્રેમ્પ રોકવાનો વિકલ્પ જ નથી હોતો.

તેમને દર મહિને આ દર્દમાંથી પસાર થવું પડે છે. આપણા દેશમાં મુશ્કેલી એ છે કે તેઓ આ દર્દ વિશે પરિવારને ખુલીને જણાવી પણ નથી શકતી. આ કેમ્પેનના સંચાલક અખિલ મેન્યુઅલ કહે છે કે પિરિયડ્સથી સમાજે ટેવાઈ જવું પડશે કારણ કે, મહિલાઓ તેના વિશે વાત કરી શકે.

50% મહિલા પિરિયડ્સમાં કપડાંનો ઉપયોગ કરે છે
વર્ષ 2015-16માં જારી સરકારી સરવે પ્રમાણે દેશમાં 15થી 24 વર્ષની 50% મહિલા પિરિયડ્સમાં સેનેટરી નેપકિન કે મેન્સ્ટ્રુુઅલ કપના બદલે કપડાંનો ઉપયોગ કરે છે. તે દર્દ અસહનીય હોય છે. તેના કારણે ક્યારેક તેમણે જીવલેણ ચેપનો પણ સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...