વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ કાળમાં પણ લોકો પરલૌકિક ચીજો અને ભવિષ્યવાણીઓ પર ખૂબ વિશ્વાસ રાખે છે. જેઓ આ ચીજો પર વિશ્વાસ કરતા નથી તેમ કહેનાર લોકો પણ ભવિષ્ય જાણવા માટેની ઇચ્છા ધરાવે છે. ભવિષ્યવાણી સાંભળવાનું તમામને પસંદ પડે છે. નેધરલેન્ડસની ઇરાસ્મસ યુનિવર્સિટીમાં લોકોની વિચારધારા અને વિશ્વાસને લઇને જુદી જુદી શોધ કરવામાં આવી છે. આ શોધમાં ખુલાસો થયો છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષો ભવિષ્યવાણીને વધારે સાચી ગણે છે.
કોઇ હકારાત્મક ભવિષ્યવાણીને જાણી લીધા બાદ પુરુષો તેના આધારે જ પોતાના નાણાકીય નિર્ણય કરે છે. તેઓ ભવિષ્યવાણી બાદ જ વધારે વિશ્વાસ સાથે પૈસા ખર્ચ કરે છે અથવા તો રોકાણ કરે છે. જ્યારે પૈસાના મામલામાં મહિલાઓ અંધવિશ્વાસને પોતાના પર પ્રભુત્વ જમાવવાની તક આપતી નથી. મહિલાઓના પૈસા ખર્ચ કરવા, બચાવવા અથવા તો રોકાણ કરવાના નિર્ણય પર કોઇ ભવિષ્યવાણીની અસર થતી નથી. એક અન્ય શોધમાં પણ માહિતી મળી છે કે હકારાત્મક ભવિષ્યવાણી સાંભળ્યા બાદ લોકોમાં જુગારની ટેવ વધે છે. મહિલાઓ પણ આમાં પુરુષોથી પાછળ નથી.નેધરલેન્ડસમાં કરવામાં આવેલી નવી શોધથી જાણવા મળ્યું છે કે પોતાના ભવિષ્યના સંબંધમાં હકારાત્મક વાતો સાંભળીને લોકોનો આત્મવિશ્વાસ વધે છે. આના માટે તેઓ કર્મકાંડ કરવા માટે તૈયાર થઇ જાય છે. કેટલાક લોકોનું માનવું છે કે કર્મકાંડના કારણે કામ કરવાની ક્ષમતા વધે છે.
મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે આનું કારણ કર્મકાંડ નથી પણ કર્મકાંડના કારણે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે તે તેમની ભાવનાઓની આસપાસ એક પ્રકારનું સુરક્ષા કવચ બનાવે છે તેથી લોકોમાં કંઇ સારા કામ થવાની આશા જાગે છે.આ શોધ દુનિયાભરમાં અંધવિશ્વાસ અને તેના પ્રત્યે લોકોના વલણને વૈજ્ઞાનિક માપદંડ પર જાણવા માટે હાથ ધરાઇ હતી. વિજ્ઞાનીઓ આ બાબત જાણવાના પ્રયાસમાં છે કે ભવિષ્યવાણી કઇ રીતે લોકોનાં વર્તન અને વલણને બદલી રહી છે. એક શોધમાં અભ્યાસ કરનાર ટૈન અને તેમના સાથીઓએ 693 લોકોના વર્તનમાં અભ્યાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આનાથી એ જાણવા મળ્યું કે જે લોકો કર્મકાંડ, અંધવિશ્વાસ અથવા તો ભવિષ્યવાણીમાં વિશ્વાસ કરતા નથી તેમનું વર્તન પણ ભવિષ્યવાણી બાદ બદલાઇ જાય છે.
કર્મકાંડો પર સરવેમાં સામેલ 95 દેશોના 40 ટકા લોકોને વિશ્વાસ
95 દેશોમાં કરવામાં આવેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દુનિયાના 40 ટકા લોકો હજુ પણ ભૂત અને ચૂડેલમાં વિશ્વાસ રાખે છે. આ લોકો માને છે કે દુનિયામાં આનું પણ અસ્તિત્વ છે. અમેરિકન યુનિવર્સિટી, વોશિંગ્ટનના અર્શશાસ્ત્રી બોરિસ ગેર્સમેન કહે છે કે દરેક દેશના દરેક સમાજમાં કેટલાક લોકો આ પ્રકારની ચીજો પર વિશ્વાસ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.