તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોનાલ્ડ ટ્રમ્પનો કારમો પરાજય:વ્હાઇટ હાઉસ છોડતાં જ મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપી શકે છે

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિવોર્સ અંગે આ દાવો મેલાનિયાની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે કર્યો છે

અમેરિકી ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને કારમો પરાજય આપ્યો છે ત્યારે અમેરિકી મીડિયામાં એવા પણ સમાચાર છે કે ડોનાલ્ડની પત્ની મેલાનિયા તેમને ટૂંક સમયમાં ડિવોર્સ આપી શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ડોનાલ્ડ વ્હાઇટ હાઉસ છોડશે કે તરત મેલાનિયા તેમને ડિવોર્સ આપીને 15 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણશે. વર્ષ 2005માં પરણેલા ડોનાલ્ડ-મેલાનિયાના ડિવોર્સ અંગે આ દાવો મેલાનિયાની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે કર્યો છે.

સ્ટેફનીનું કહેવું છે કે મેલાનિયાએ ડોનાલ્ડ પાસેથી પુત્ર બેરનની કસ્ટડી તેમ જ સંપત્તિમાં અડધો ભાગ માગ્યો છે. ડોનાલ્ડના પૂર્વ રાજકીય સાથી ઓમારોસા ન્યૂમેનનો પણ આવો જ દાવો છે. સ્ટેફનીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલાનિયાના જુદા-જુદા બેડરૂમ છે. જોકે, એક અહેવાલ મુજબ ડોનાલ્ડની અગાઉની બે પત્નીઓની જેમ મેલાનિયાએ પણ લગ્ન પૂર્વે એવા કરાર પર સહી કરવી પડી હતી કે તેમના ડિવોર્સ થાય તો તે ડોનાલ્ડની સંપત્તિમાંથી હિસ્સો નહીં માગી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો