તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Meditation, Yoga Helps Children Get 74 Minutes More Sleep A Night, Sleep Gets Darker, It Also Helps To Be Emotionally Stable

ભાસ્કર વિશેષ:ધ્યાન, યોગથી બાળકો રોજ 74 મિનિટ વધુ સૂવા લાગ્યા, ઊંઘ વધુ ઘેરી થઈ, તે ભાવનાત્મક રીતે પણ સ્થિર થવામાં મદદરૂપ

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સ્ટડીમાં દાવો, સારી ઊંઘથી અભ્યાસમાં પણ સારો દેખાવ

કોરોના કાળમાં બાળકોને પણ ધ્યાન અને યોગનો ફાયદો મળી શકે છે. જે બાળકો યોગ, ઊંડા શ્વાસ લેવાનું અને માઈન્ડફૂલનેસ શીખ્યા તેમની ઊંઘ વધુ સારી અને ઊંડી થઈ છે. ધ્યાન, યોગથી બાળકોની ઊંઘમાં 74 ટકાનો વધારો પણ જોવા મળ્યો છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સ્ટડીમાં આ દાવો કરાયો છે.

સંશોધકોના મતે, પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ શીખેલી આ પદ્ધતિઓથી બાળકોને ભાવનાત્મક રીતે પણ વધુ સ્થિર થવામાં મદ મળે છે કારણ તેમની ઊંઘની ગુણવત્તા સુધરે છે. આ રિસર્ચ પેપરના વરિષ્ઠ લેખિકા રુથ ઓહરાના મતે, બાળકોને જલદી સૂવાડી દેવા એ ઉપાય કારગર હોય એ જરૂરી નથી, તેમની ઊંઘ વધુ સારી હોય એ જરૂરી છે. જે બાળકોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો, તેમની રોજ રાતની ગુણવત્તાયુક્ત ઊંઘમાં 74 મિનિટનો વધારો થયો હતો. આશરે બે વર્ષ સુધી કરાયેલા આ અભ્યાસમાં ત્રીજા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક હજારથી વધુુ બાળકોને સામેલ કરાયા હતા. તેમાંથી 115 બાળકને પસંદ કરાયા હતા. તેના માટે 57 અને 58 બાળકોના બે જૂથ બનાવાયા હતા.

અભ્યાસક્રમ શરૂ થતા પહેલા, એક વર્ષ પછી અને બે વર્ષ પછી એ રીતે ત્રણ સ્તરમાં તેમની ઊંઘનું વિશ્લેષણ કરાયું હતું. મગજની ગતિવિધિ જાણવા માટે બાળકોના માથામાં ઈલેક્ટ્રોડ કેપ પણ લગાવાઈ હતી. આ સ્ટડીના વડા લેખિકા ક્રિસ્ટિના ચિક કહે છે કે, અપેક્ષા પ્રમાણે એક જૂથના બાળકોની ઊંઘમાં 63%નો ઘટાડો જોવા મળઅયો હતો, જ્યારે બીજા એક જૂથના બાળકોની ઊંઘ સુધરી હતી. મોટા બાળકોમાં ઊંઘના અભાવનું કારણ હોમવર્ક પૂરું કરવાનો તણાવ અને દોસ્તો સાથે વાતચીત કરવા મોડા સુધી જાગવા જેવા કારણો હોઈ શકે છે.

બાળકોને તણાવનો સામનો કરતા શીખવ્યું, તેનાથી ઊંઘ સુધરી
આ અભ્યાસમાં બાળકોને યોગ-ધ્યાન, માઈન્ડફૂલનેસ અને ઊંડા શ્વાસ લેવાની પદ્ધતિઓ શીખવવામાં આવી. નિષ્ણાતો કહે છે કે, માઈન્ડફૂલનેસ એક પ્રકારનું ધ્યાન જ છે. ફર્ક ફક્ત એટલો જ છે કે, ધ્યાન લગાવવા માટે કોઈ નક્કી સમયે અલગથી પ્રયાસ કરવાનો હોય છે, જ્યારે માઈન્ડફૂલનેસમાં તમે છો ત્યાં તમારું સંપૂર્ણ ધ્યાન લગાવવાનું છે. તેમાં દરેક ક્ષણને સંપૂર્ણ મહેસૂસ કરાવવાનું લક્ષ્ય છે. પ્રશિક્ષકોએ બાળકોને તણાવને ઓળખવાનું અને તેને ખતમ કરવાનું પણ શીખવ્યું. આ તમામનો ફાયદો બાળકોને સારી ઊંઘ લેવામાં મળ્યો.

અન્ય સમાચારો પણ છે...