તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • McAfee's Founder Commits Suicide In Prison; The Founder Of McAfee Anti Virus Tweeted His Suicide Last Year

મૈકેફીના સંસ્થાપકનો જેલમાં આપઘાત:McAfee એન્ટી-વાયરસના સ્થાપક ગયા વર્ષે પોતાના આપઘાતનું ટ્વીટ કરી ચૂક્યા હતા

સ્પેન3 મહિનો પહેલા
John McAfeeના આપઘાતના સમાચાર મળ્યા બાદ લોકો એની તપાસ કરવાની પણ માગ કરી રહ્યા છે.
  • 75 વર્ષીય John McAfee એન્ટી-વાયરસ સૉફ્ટવેરક્ષેત્રમાં ખૂબ જાણીતી વ્યક્તિ હતા
  • સ્પેનની કોર્ટે John McAfeeના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી

સોફ્ટવેર ટાઇકૂન John McAfee મૃત મળી આવ્યા છે. John McAfeeએ જ પોપ્યુલર McAfee એન્ટી-વાયરસ બનાવ્યો હતો. તેઓ સ્પેનની જેલમાં કેદ હતા. રિપોર્ટ મુજબ જેલમાં જ તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ અંગે તેમણે એક વર્ષ પહેલાં જ એક ટ્વીટ પણ કર્યું હતું.

John McAfee સ્પેનની જેલમાં કેદ હતા.
John McAfee સ્પેનની જેલમાં કેદ હતા.

આ ટ્વીટ John McAfeeએ 15 ઓકટોબર 2020ના રોજ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે હું અહીં સંતુષ્ટ છું. મારી પાસે મિત્રો છે. જમવાનું પણ સારું છે. બધું બરાબર છે. એ જાણી લેશો કે જો હું પોતાને Epsteinની રીતે લટકાવી દઉં તો એમાં મારી કોઈ ભૂલ નહીં હોય.

Epsteinથી તેમનો અહીં અર્થ Jeffery Epstein સાથે હતો. Jeffery Epstein ને સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં જેલમાં કેદ કરવામાં આવેલા હતા. તેઓ જેલમાં મૃત મળી આવ્યા હતા. એક અહેવાલ મુજબ તેમણે આપઘાત કરી લીધો હતો.

John McAfee પોતાના હાથમાં એક ટેટૂ બનાવેલું છે. ટેટૂમાં WHACKD લખેલું છે.
John McAfee પોતાના હાથમાં એક ટેટૂ બનાવેલું છે. ટેટૂમાં WHACKD લખેલું છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, આપઘાતના કેટલાક કલાકો પહેલાં જ સ્પેનની કોર્ટે અમેરિકામાં તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી. ટેક્સ ચોરી અને છેતરપિંડીના કેસમાં તેઓ જેલમાં બંધ હતા. તેમના વકીલે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યુ હતું કે તેમની સામે લગાવાયેલા આરોપ સામે તેઓ કોર્ટમાં અપીલ કરી શકતા હતા, પરંતુ આ પહેલાં જ તેમણે આ પગલું ભરી દીધું.

તેમના એક બાજુ ટ્વીટ બાબતે ચર્ચા થઈ રહી છે. આ ટ્વીટમાં તેમણે એક ફોટો ટ્વીટ કર્યો છે. એમાં તેમણે પોતાના હાથમાં એક ટેટૂ બનાવેલું છે. ટેટૂમાં WHACKD લખેલું છે. મેં આજે જ આ બાબતે એક ટેટૂ બનાવડાવ્યું છે. જો મેં આપઘાત કર્યો તો એ મેં નહીં કર્યો. મને આઘાત લાગ્યો હતો.

McAfee પર 2014 અને 2018ની વચ્ચે જાણીજોઇને ટેક્સ રિટર્ન ભર્યું નહીં હોવાનો આરોપ હતો. આરોપ છે કે તેમણે ક્રિપ્ટો કરન્સીથી લાખોની કમાણી કરી છે અને પોતાના જીવનની કહાનીના અધિકાર વેચ્યા છે. આ ઉપરાંત તેમણે ટેક્સ ભર્યો ન હતો.

John McAfeeના આપઘાતના સમાચાર મળ્યા બાદ આ ટ્વીટ ઝડપી વાઇરલ થઈ રહ્યું છે. એ બાબતે લોકો ટ્વિટર પર પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો તેની તપાસ કરવાની પણ માગ કરી રહ્યા છે.