બાંગ્લાદેશમાં રેફ્યુજી કેમ્પમાં આગ લાગી, VIDEO:12 હજારથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ બેઘર થયા, કહ્યું- અમારું બધું જ છીનવાઈ ગયું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શેલ્ટર હોમ વાંસ અને કેરોસિનથી બનેલા હતા, જેને કારણે આગ વધારે ફેલાઈ ગઈ.

બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલા રેફ્યુજી કેમ્પના વિસ્તારમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટનામાં 2 હજારથી વધારે શેલ્ટર હોમ નષ્ટ થઈ ગયાં હતાં. આ દરમિયાન કોઈ મૃત્યુ પામ્યું નથી કે કોઈ ઘાયલ થયું નથી. જોકે અનેક લોકો ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું છે. લોકોના જણાવ્યા પ્રમાણે, આગે તેમનું બધું જ છીનવી લીધું છે. આગ લાગવાનું કારણ સામે આવી શક્યું નથી.

બાંગ્લાદેશના રેફ્યુજી કમિશનર મિઝાનુર રહેમાને કહ્યું- આગ કુતુપાલોંગ વિસ્તારમાં 5 માર્ચે બપોરે 2.45 વાગ્યે લાગી હતી. અહીં સૌથી વધારે શરણાર્થીઓ રહે છે. 12 હજારથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. હાલ આ ઘટનાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એમાં આગ લાગ્યા પછી ભાગદોડ, ધુમાડો અને તબાહી જોવા મળી રહી છે.

દુર્ઘટનાની તસવીર જુઓ...

રેફ્યુજી કેમ્પમાં આગ લાગ્યા પછી આકાશમાં ધુમાડો જોવા મળ્યો હતો.
રેફ્યુજી કેમ્પમાં આગ લાગ્યા પછી આકાશમાં ધુમાડો જોવા મળ્યો હતો.
અધિકારીઓએ કહ્યું- શેલ્ટર હોમ વાંસ અને કેરોસિનથી બનેલાં હતાં એટલે આગ વધારે ઝડપથી ફેલાઈ.
અધિકારીઓએ કહ્યું- શેલ્ટર હોમ વાંસ અને કેરોસિનથી બનેલાં હતાં એટલે આગ વધારે ઝડપથી ફેલાઈ.
આગના ફેલાયા પછી લોકોની વચ્ચે અફરાતફરી મચી ગઈ. તેમને અહીં-ત્યાં ભાગતા જોવા મળે છે.
આગના ફેલાયા પછી લોકોની વચ્ચે અફરાતફરી મચી ગઈ. તેમને અહીં-ત્યાં ભાગતા જોવા મળે છે.
તસવીરમાં તબાહ થયેલાં શેલ્ટર હોમ બહાર લોકોની જરૂરિયાતનો સામાન જોવા મળ્યો હતો.
તસવીરમાં તબાહ થયેલાં શેલ્ટર હોમ બહાર લોકોની જરૂરિયાતનો સામાન જોવા મળ્યો હતો.
આગ લાગ્યા પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે ઊંચી જગ્યાએ ઊભા રહી ગયા.
આગ લાગ્યા પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે ઊંચી જગ્યાએ ઊભા રહી ગયા.
થોડા લોકો આગથી બચવા માટે નબળા શેલ્ટર હોમની છત ઉપર પર ઊભા થઈ ગયા હતા.
થોડા લોકો આગથી બચવા માટે નબળા શેલ્ટર હોમની છત ઉપર પર ઊભા થઈ ગયા હતા.
દુર્ઘટનામાં અનેક લોકો ગાયબ થયેલા જણાવાયા છે. પરિવારના લોકો તેમને શોધી રહ્યા છે.
દુર્ઘટનામાં અનેક લોકો ગાયબ થયેલા જણાવાયા છે. પરિવારના લોકો તેમને શોધી રહ્યા છે.

આગ ઓલવવામાં લગભગ 3 કલાક લાગ્યા, રેસ્ક્યૂમાં પણ મુશ્કેલી આવી
રેફ્યુજી કેમ્પમાં રહેનાર મામુન જૌહરે કહ્યું- મારું ઘર-દુનિયા બધું જ જતું રહ્યું. આગે અમારી પાસેથી બધું જ છીનવી લીધું. હવે મારી પાસે કશું જ રહ્યું નથી. ત્યાં જ ઘટનાસ્થળે હાજર ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ ઓલવવામાં સાડાત્રણ કલાકનો સમય લાગી ગયો. ત્યાં જ આગ લાગવાના કારણની જાણકારી મળી નથી,.

અધિકારીએ કહ્યું- રેફ્યુજી કેમ્પ પહાડી વિસ્તારમાં છે. અહીં લાગેલી આગ ખૂબ જ ભયાનક હતી. એ તેજીથી ફેલાઇ રહી હતી. ફાયરબ્રિગેડના કર્મીઓને ત્યાં પહોંચવામાં મુશ્કેલી આવી રહી હતી. લોકોને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી આવી. તેમને આગ પર કાબૂ મેળવવામાં સાડાત્રણ કલાકનો સમય લાગી ગયો.

અન્ય સમાચારો પણ છે...