• Gujarati News
  • International
  • Masood, Who Called Burhan Wani A Martyr, Has Been Given A New Responsibility To Imran. He Has Also Been Closely Associated With Al Qaeda.

આતંકનો સમર્થક USમાં પાકિસ્તાનનો એમ્બેસેડર:બુરહાન વાનીને શહીદ ગણાવનાર મસૂદને ઈમરાને આપી નવી જવાબદારી, અલકાયદાથી પણ રહ્યાં છે ઘનિષ્ઠ સંબંધ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે એક એવો ડિપ્લોમેટિક સ્ટેપ લીધો છે જે અમેરિકા સાથેના તેમના સંબંધ વધુ ખરાબ કરી શકે છે. પાકિસ્તાને મસૂદ ખાનને અમેરિકામાં પોતાનો નવો એમ્બેસેડર બનાવ્યો છે. મસૂદ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)નો રાષ્ટ્રપતિ પણ રહી ચુક્યો છે. આ ઉપરાંત તે અલકાયદા અને કાશ્મીરી આતંકી બુરહાન વાનીનું સમર્થન પણ કરતો રહ્યો છે.

ઓસામા બિન લાદેનના એક ખાસ સહયોગી સાથે મસૂદના ઘણાં જ ઘનિષ્ઠ સંબંધો રહ્યાં છે. માનવામાં આવે છે કે અમેરિકા આ મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાડી શકે છે. બંને દેશ વચ્ચે આ મુદ્દે નવો તણાવ ઊભો થઈ શકે છે.

અમેરિકી મેગેઝીનનો રિપોર્ટ
મસૂદ ખાન અંગે અમેરિકી મેગેઝીન 'નેશનલ રિવ્યૂ'એ અનેક ખુલાસાઓ કર્યા છે. તેના રિપોર્ટ મુજબ મસૂદ ખાનની નિમણૂંકથી પાકિસ્તાનની ઈમેજ વધુ ખરાબ થશે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં વધુ તણાવ જોવા મળી શકે છે. આતંકવાદનો સમર્થક અને મદદગાર તરીકે મસૂદનો ઈતિહાસ અમેરિકા પણ જાણે છે. તેઓ ઈમરાન સરકાર પાસે જરૂરથી જવાબ માગશે. તેઓ અમેરિકા માટે ખતરનાક સાબિત બની શકે છે. તેના વિરૂદ્ધ દુનિયા અને મીડિયા પાસે પુરતા પુરાવાઓ છે.

બુરહાન વાનીનું કર્યું હતું સમર્થન
બુરહાન વાનીને કાશ્મીરમાં આતંકવાદનો પોસ્ટર બોય કહેવાતો હતો. 2016માં ભારતીય સેનાએ તેને ઠાર કર્યો હતો. તેની વરસી પર મસૂદે સંદેશો જાહેર કર્યો હતો. વાનીને શહીદ ગણાવતા કહ્યું હતું કે તે કાશ્મીરીઓના દિલમાં વસે છે.

મસૂદે ખુલ્લેઆમ હિઝબુલ મુઝાહિદ્દીનનું સમર્થન કર્યું હતું. 2019માં મસૂદ ખાન ઓલ પાર્ટીઝ કાશ્મીર સોલડેરિટી કોન્ફરન્સમાં સામેલ થયો હતો. જેમાં હરકત-ઉલ-મુજાહિદ્દીન (HuM)નો ફાઉન્ડર ફઝહર-અલ-રહમાન ખલીલ પણ હાજર હતો. આ તે જ ખલીલ છે જેને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે 1997માં જ આતંકી સંગઠન જાહેર કરી દીધો હતો.

બુરહાન વાની (ડાબે)ને ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
બુરહાન વાની (ડાબે)ને ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.

લાદેન અને અલકાયદા કનેક્શન
ખલીલ અને હરકત-ઉલ-મુજાહિદ્દીનના ઘનિષ્ઠ સંબંધ છે. પોતે ખલીલ ઓસામા બિન લાદેનનો જમણો હાથ રહી ચુક્યો છે. અમેરિકાની પાસે તેના ઘણાં જ પુરાવા છે. લાદેન ઠાર થયો તે બાદ ઈન્ટરનેશનલ ઈસ્લામિક ફ્રંટે જે ફતવો જાહેર કર્યો હતો તેનો પ્રેસિડન્ટ આ ખલીલ જ હતો જેના મસૂદ ખાન સાથે સારા સંબંધ છે.

આશ્ચર્યજનક વાત એ છે કે મસૂદ જમાત-એ-ઈસ્લામીનો પણ સક્રિય સભ્ય છે. 'લેડી ઓફ અલકાયદા' તરીકે ઓળખાતી ડોકટર આફિયા સિદ્દીક સાથે પણ મસૂદના સંબંધ છે. કહેવામાં આવે છે કે તાલિબાનના અનેક નેતા પણ મસૂદના સંપર્કમાં રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...