તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:બ્રિટનના PMએ લોકડાઉન હટાવવાનો રોડમેપ જણાવ્યો, 8 માર્ચથી 21 જૂન સુધીમાં 4 સ્ટેપમાં પ્રતિબંધો ખતમ થઈ જશે

વોશિંગ્ટન3 દિવસ પહેલા
લોકડાઉનની તારીખની જાહેરાત કરતા સમયે બોરિસ જોનસને કહ્યું કે ખતરો હજુ યથાવત છે, કેમકે એક પણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% પ્રોટેક્શનનો વિશ્વાસ નથી આપતી.
 • દુનિયામાં અત્યાર સુધીમાં 11.20 કરોડથી વધુ કેસ નોંધાયા, 24.79 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા, 8.74 કરોડ સાજા થયા
 • અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંક 2.87 કરોડને પાર, અત્યાર સુધીમાં 5.11 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે દેશમાં લોકડાઉન હટાવવાનો રોડમેપ જાહેર કર્યો છે. 4 સ્ટેપમાં લોકડાઉન હટાવવામાં આવશે. તેની તારીખ જાહેર કરતા સમયે જોનસને કહ્યું કે ખતરો હજુ યથાવત છે. આવનારા મહિનાઓમાં હોસ્પિટલમાં એડમિટ થનારા દર્દીઓ અને મોતની સંખ્યા વધશે, કેમકે એક પણ વેક્સિન સમગ્ર વસ્તીને 100% પ્રોટેક્શનનો વિશ્વાસ નથી આપી શકતી.

જોનસને જણાવ્યું કે રોડમેપના તમામ સ્ટેપ વચ્ચે 5 સપ્તાહનું અંતર રહેશે. કોઈ પણ પ્રકારની ઉતાવળ એટલે લોકડાઉન ફરી લગાડવાની ક્ષણ પણ આવી શકે છે અને હું આ ખતરો નહીં ઉઠાવું. તેઓએ સાંસદોને કહ્યું કે દરેક સ્ટેપમાં આપણાં નિર્ણયો પર તારીખના બદલે ડેટાની મહત્વની ભૂમિકા હશે.

તેઓએ કહ્યું કે જે લોકો તાત્કાલિક લોકડાઉન હટાવવાની વાત કરે છે, હું તેમની સ્થિતિ સમજું છું. લોકો જે તણાવ અનુભવી રહ્યાં છે કે બિઝનેસને નુકસાન થઈ રહ્યું છે, તેમની સાથે મારી સહાનુભૂતિ છે. PMએ કહ્યું કે લોકડાઉન હટાવવાની શરૂઆત સ્કૂલથી થશે. દેશમાં તમામ સ્કૂલ 8 માર્ચથી ફરી ખુલી જશે.

બ્રિટનમાં લોકડાઉન હટાવવાના 4 સ્ટેપ
8 માર્ચઃ સ્ટેપ 1

 • સ્કુલ ફરીથી ખુલશે, ચાઈલ્ડકેરની મંજૂરી હશે.
 • 2 લોકો બહાર મળી શકશે.
 • એક મહેમાન ઘરમાં રોકાઈ શકશે.
 • સ્ટે એટ હોમ શરૂ કરવામાં આવશે.

12 એપ્રિલઃ સ્ટેપ 2

 • રિટેલ પર્સનલ કેર, સલુન, લાઈબ્રેરી, જિમ, ઝુ, થીમ પાર્ક ખોલવામાં આવશે.
 • પબ અને રેસ્ટોરન્ટ ખુલશે, કફર્યૂ નહીં લાગે.
 • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ યથાવત રહેશે.
 • કોટેજમાં એક પરિવારને રહેવાની મંજૂરી હશે.

17 મેઃ સ્ટેપ 3

 • 2 પરિવાર એકબીજાને મળી શકશે, હોટલ, સિનેમા, સોફ્ટ પ્લે એરિયા ફરી ખુલશે.
 • ઈન્ટરનેશનલ ટ્રાવેલ શરૂ થઈ શકે છે.
 • સોશિયલ ડિસ્ટન્સિંગનો રિવ્યૂ કરવામાં આવશે.
 • ટેસ્ટ અને વેક્સિનેશનનો રિવ્યૂ થશે.

21 જૂનઃ સ્ટેપ 4

 • સોશિયલ કોન્ટેક્ટને લઈને કોઈ રોક નહીં રહે
 • મોટા ઈવેન્ટ્સ પરથી પ્રતિબંધો હટી જશે.
 • હોટલ ખુલી શકે છે.
 • લગ્ન પર પ્રતિબંધો યથાવત રહી શકે છે.

દુનિયામાં 11.20 કરોડથી વધુ દર્દી
દુનિયામાં કોરોનાના દર્દીઓનો કુલ આંક 11.20 કરોડને પાર થઈ ગયો છે. 8 કરોડ 74 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 79 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

2022માં પણ માસ્ક પહેરવું જરૂરી હશે
રાષ્ટ્રપતિ જો બાઈડેનની કોરોના ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય અને વાઇરસ બીમારીઓના મોટા નિષ્ણાંત એંથોની ફૌસીએ દેશવાસીઓને સતર્ક રહેવા જણાવ્યુ છે. એક કાર્યક્ર્મ દરમિયાન ફૌસીએ કહ્યું હતુ કે, દુનિયામાં થયેલા કુલ મૃત્યુયાંકમાંથી અડધા મૃત્યુ તો ફ્ક્ત આપણાં દેશમાં જ થયા છે. આ એક ઐતિહાસિક નિષ્ફળતા છે. અમે તેને ક્યારેય પણ યાદ કરવા માંગીશું નહીં. હજી પણ સમય છે કે આપણે વધુ સતર્કતા સાથે કામ કરીએ. મારું માનવું છે કે અમેરિકનવાસીઓએ આવતા વર્ષે પણ માસ્ક પહેરવું ફરજિયાત થશે. વેક્સિનેશન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ સતર્કતા રાખ્યા વિના આપણે સફકતા મેળવી શકીશું નહીં. અમેરીકામાં મૃત્યુઆંક પાંચ લાખને પાર થઈ ગયો છે. ફૌસી જ બાઈડેનના ચીફ મેડિકલ એડ્વાઇઝર છે અને ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં પણ તેઓ આ પદને સંભાળી ચૂક્યા છે.

ફૌસીએ કહ્યું- પરિસ્થિતિ તે વાત પર પણ નિર્ભર કરે છે કે વાયરસના કેટલા અને કેવા સ્ટ્રેન સામે આવે છે. આ સિવાય તે પણ જોવું જરૂરી હશે કે આ વેરિએન્ટ્સ કેટલા જોખમી છે. જો કે પરિસ્થિતિ કાબૂમાં કરી શકાય છે અને અમે તે જ કરી રહ્યા છીએ. માસ્ક એકમાત્ર એવી વસ્તુ છે કે જેના યોગ્ય ઉપયોગ દ્વારા આપણે ભવિષ્યના જોખમોને ટાળી શકીએ છીએ.

​​​​​​​બ્રિટનમાં પણ ઝડપી વેક્સિનેશન
બ્રિટિશ સરકારે એક નવી યોજના તૈયાર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વેક્સિનેશન માટે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને હવે તે મુજબ જ વેક્સિનેશન કરવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જુલાઈના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. અગાઉ આ લક્ષ્યાંક ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે જ સરકારે સ્પષ્ટ પણ કરી દીધું છે કે જો પરિસ્થિતિ બગડશે તો લોકડાઉનનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.

બ્રીટનમા સરકારે નક્કી કર્યું છે કે જુલાઇના અંત સુધીમાં દેશના તમામ પુખ્તવયના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. -ફાઇલ
બ્રીટનમા સરકારે નક્કી કર્યું છે કે જુલાઇના અંત સુધીમાં દેશના તમામ પુખ્તવયના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. -ફાઇલ

UN ચીફ સાથે સંમત બ્રિટનના વડાપ્રધાન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ખાતરી આપી છે કે જો તેમના દેશમાં કોઈ સરપ્લસ વેક્સિન થશે તો તે નિશ્ચિતપણે ગરીબ દેશોમાં આપી દેશે. જોનસનનું આ નિવેદન મહત્વપૂર્ણ છે. માત્ર બે દિવસ અગાઉ યુ.એન.ના ચીફ એન્ટોનીયા ગુટેરેસે સ્પષ્ટ કહ્યું હતું કે સમૃદ્ધ દેશો પાસે વેક્સિનનો વધારે સ્ટોક છે અને બાકીના વિશ્વમાં ખાસ કરીને ગરીબ દેશો માટે આ જોખમી સંકેત છે. આ નિવેદનનું ડિપ્લોમેટિક મહત્વ પણ છે. રશિયા અને ચીન વેક્સિન ડિપ્લોમેસી દ્વારા કેટલાક દેશોમાં પોતાનો દબદબો બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન તો ગરીબ આફ્રીકી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે.

જોનસને ફરી જણાવ્યુ છે કે ગરીબ દેશોને વેક્સિન આપવી જોઈએ. આ બેઠકમાં જો બાઇડેન પણ હાજર હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ કહ્યું હતું કે સમૃદ્ધ દેશોએ વેક્સિનના સ્ટોકનો પાંચ ટકા ગરીબ દેશોને આપવો જોઈએ.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

28,765,423

511,133

18,973,190

ભારત

11,005,071

156,418

10,697,014

બ્રાઝિલ

10,168,174

246,560

9,095,483

રશિયા

4,164,726

83,293

3,713,445

યૂકે

4,115,509

120,580

2,494,218

ફ્રાન્સ

3,605,181

84,306

247,127

સ્પેન

3,133,122

67,101

2,497,956

ઈટલી

2,809,246

95,718

2,324,633

તુર્કી

2,638,422

28,060

2,523,760

જર્મની

2,394,515

68,443

2,190,600

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો