તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોસાયટી:ઘણા લોકો તો સેલિબ્રિટીને પોતાના ગાઢ મિત્ર માનવા લાગ્યા

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી વચ્ચે માનવીય સંબંધો બાબતે લોકો ઘણું બધું શીખ્યા

કોરોના મહામારી વચ્ચે કેટલાક સંશોધકોએ માનવીય સંબંધોનો ગહન અભ્યાસ કર્યો છે. તેઓ એ જાણવા માગતા હતા કે વિકટ પરિસ્થિતિઓમાં લોકોને એકબીજા પ્રત્યે કેવો વ્યવહાર રહ્યો? રિસર્ચના કેટલાક પરિણામ એકદમ સામાન્ય રહ્યા, જેમ કે હેલ્થ વર્કર્સે વિકટ સંજોગોમાં જીવનસાથીના સંગાથની જરૂરિયાત અનુભવી, મિત્રો સાથે ફોન કે ઇન્ટરનેટ પર સંપર્કે એકલાપણું દૂર કર્યું, ડેટિંગ કરતા કેટલાક કપલ અલગ થઇ ગયા. ઘણાં લોકોએ સેલિબ્રિટીને મિત્ર માની લીધા. સોશિયલ પર્સનલ રિલેશનશિપ જર્નલમાં પ્રકાશિત કેટલાક અભ્યાસના ખાસ મુદ્દા..

ભૂમિકામાં પરિવર્તન
ન્યૂઝીલેન્ડમાં સ્ટડીમાં જણાયું કે વર્ક ફ્રોમ હોમ દરમિયાન દરેક પાર્ટનરે વધુ જવાબદારીઓ સંભાળવી પડી. મહિલાઓનું કામ વધી ગયું. પતિએ બાળકોનું ધ્યાન ન રાખ્યું તો પત્નીએ અસંતોષ વ્યક્ત કર્યો. પુરૂષોએ સ્વીકાર્યું કે કામની વહેંચણીમાં અસંતુલન તો છે. છતાં તેઓ તે અંગે બેફિકર રહ્યા. ઉટાહ યુનિ.ના રિસર્ચર હેલેન લિલીનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં કેટલાક કપલે તેમના સંબંધોમાં અનિશ્ચિતતા અનુભવી. તેમને ભરોસો નહોતો કે તેઓ કે તેમના પાર્ટનર એકબીજા પ્રત્યે કેટલા સમર્પિત છે?

વ્યક્તિત્વનું આકર્ષણ
વિશ્વના ઘણાં દેશોમાં 700 એકલા વ્યક્તિ (મોટા ભાગની મહિલાઓ)ના સરવેમાં સંશોધકોએ નોંધ્યું કે કોરોનાથી ચિંતિત એકલા લોકોને કોઇ પાર્ટનરની શોધમાં વધુ રૂચિ રહી. એમ મનાતું હતું કે લોકો તેમની પસંદ સાથે બાંધછોડ કરી લેશે. મુશ્કેલ સમયમાં તેમના નિર્ધારિત માપદંડોથી નિમ્ન સ્તરના પાર્ટનર પસંદ કરી લેશે પણ તેવું નહોતું. લોકોએ શારીરિક સુંદરતા પર ધ્યાન આપ્યું. બીજા લોકોને રૂબરૂ મળવાની ઘેલછામાં ઘણાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડ્યા.

અજાણ્યા લોકો સાથે લગાવ
લૉકડાઉન વચ્ચે લોકોને અજાણ્યા વ્યક્તિઓ સાથે લગાવ થઇ ગયો. અલગ રહેવા અને સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા સેલિબ્રિટીઝ સુધી લોકોની સીધી પહોંચ રહી. સ્ટડીથી જાણવા મળ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે લોકોએ મિત્રો સાથે સ્થાયી સંબંધો જાળવ્યા પણ પોતે જેમને ફોલો કરે છે તેવી સેલિબ્રિટીઝની વધુ નજીક હોવાનું અનુભવ્યું. સંશોધકોના કહેવા મુજબ લોકોએ ઘરે ફોન, લેપટોપ કે ટેબલેટમાં સેલિબ્રિટી રિલેટેડ કન્ટેન્ટ વધુ જોયું હોવાને કારણે આમ થયું છે.

અન્ય સમાચારો પણ છે...