ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:માર્વલના અનેક હીરો 60 વર્ષના થયા, સ્પાઈડરમેન પ્રથમ પસંદ હતો

ન્યૂયોર્ક23 દિવસ પહેલાલેખક: જ્યોર્જ જીન ગસ્ટાઈન્સ
  • કૉપી લિંક

આ વર્ષે માર્વલ કંપનીના અનેક હીરો 60 વર્ષના થઈ રહ્યા છે. માર્ચમાં અવિશ્વસનીય હલ્કે 60 વર્ષ પૂરા કરી લીધા છે તો જૂનમાં શક્તિશાળી થોર અને ડિસેમ્બરમાં અજેય આયર્ન મેનનો વારો છે. જોકે, જનતાના દિલ-દિમાગમાં સૌ પ્રથમ સ્થાન મેળવનાર હીરો છે, સ્પાઈડરમેન.

સ્પાઈડી નામથી પ્રખ્યાત હીરોએ 5 જૂન, 1962ના રોજ કોમિક બુક સાથે શરૂઆત કરી હતી. તેની સ્ટોરી થોડા સમયમાં જ કાર્ટૂનો અને લાઈવ એક્શન ટીવી પર આવી ગઈ. મૂવી ફ્રેન્ચાઈઝીમાં આવતા પહેલા તે ટીવી શો ઈલેક્ટ્રિક કંપની અને 1977-79માં પ્રાઈમ ટાઈમ સિરીઝમાં હતો. દીવાલો પર કૂદકા મારતો સુપરહીરો બ્રાડવે થિયેટરના મ્યુઝિકલ ડ્રામામાં પણ આવી ચૂક્યો છે. સ્પાઈડરમેનના 60મા જન્મદિવસના સન્માનમાં સોશિયલ મીડિયા પર પ્રશંસકોને તેમની મનપસંદ સ્ટોરીઓ અંગે પૂછવામાં આવ્યું હતું.

દસ વર્ષ સુધી સ્પાઈડરમેન કોમિક લખનારા ડેન સ્લોટે લખ્યું કે, સુપીરિયર સ્પાઈડરમેનથી શરૂ કરીને પીટર પાર્કરની વાપસી પર આવીને અટકી જવું જોઈએ. ઓગસ્ટમાં માર્વલ કોમિક્સ અમેઝિંગ ફેન્ટસીનો 1000મો ઈશ્યૂ બહાર પાડશે. આ અંક કાલ્પનિક અને સમારોહ આધારિત છે.

સોશિયલ મીડિયા પર ફેન્સની પસંદગીના હિસાબે સ્પાઈડરમેન કોમિક્સના કેટલાક અંક આ પ્રકારે છે -
માર્ચ,1973 - અમેઝિંગ સ્પાઈડર મેન અન્યુઆલ નં-121 ઈશ્યૂમાં - સ્પાઈડરમેનની પ્રેમિકા ગ્વેન સ્ટેસીને સ્પાઈડીનો કટ્ટર દુશ્મન ગ્રીન ગોબલિન મારી નાખે છે. ઓક્ટોબર,1983માં આવેલા અમેઝિંગ સ્પાઈડરમેન એન્યુઅલ નં-248માં 9 વર્ષની ટિમ હેરિસનના કહેવાથી સ્પાઈડરમેન નકાબ દૂર કરીને પોતાનો ચહેરો બતાવે છે. ટિમ કેન્સર પીડિત હતો. જાન્યુઆરી,1984માં અમેઝિંગ સ્પાઈડરમેન એન્યુઅલ નં-252 અંકમાં સ્પાઈડરમેન નવા કાળા અને સફેદ પરિધાનમાં આવે છે. આ બીજા ગ્રહમાંથી આવેલો એલિયન છે. તે હીરો પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. જેનું મૂળ આર્ટવર્ક આ વર્ષે જાન્યુઆરીમાં રૂ.26 કરોડમાં લીલામ થયું હતું. નવેમ્બર,2002 અમેઝિંગ સ્પાઈડરમેન નં-36- 9/11 હુમલા પછી માર્વેલે કલ્પના કરી છે કે, તેના હીરો કેવી રીતે હુમલાનો સામનો કરે છે. ઈશ્યુનું કવર બ્લેક રંગનું હતું. અંદર સ્પાઈડરમેનની તસવીરની સાથે લખ્યું છે - કેટલીક ઘટનાઓ શબ્દોથી આગળ, કલ્પનાથી અલગ અને માફીથી અલગ હોય છે.

સંસદની લાઈબ્રેરીમાં છે કોમિકનું મૂળ આર્ટવર્ક
જૂન, 1962 - અમેઝિંગ ફેન્ટસી નંબર-15 સ્ટેન લી અને સ્ટીવ ડિટકોએ 12 સેન્ટના મૂલ્યના અમેઝિંગ ફેન્ટસી કોમિકમાં પીટર પાર્કર અને સ્પાઈડરમેનને રજૂ કર્યા હતા. આ સ્ટોરી બધા જ જાણે છે, પીટરને રેડિયો એક્ટિવ કરોળિયો કરડે છે. તેના કાકા લૂંટફાટની ઘટનામાં મૃત્યુ પામે છે. સ્પાઈડરમેનને બોધપાઠ મળે છે- મોટી તાકાત સાથે મોટી જવાબદારી પણ આવે છે. કોમિકનું મૂળ આર્ટવર્ક અમેરિકન સંસદ- કૉંગ્રેસની લાઈબ્રેરીમાં છે.

અન્ય સમાચારો પણ છે...