તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દ અને ભયની 20 તસવીર:કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં વેરવિખેર થઈ ગઈ અનેક જિંદગીઓ; એરપોર્ટ પણ વહી રહી છે લોહીની નદી

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલામાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. આ હુમલામાં 80થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી સમગ્ર કાબુલ ધણધણી ઊઠ્યું હતું.

એરપોર્ટની બહાર વિસ્ફોટ થયા હતા અને હવામાં ધૂળની ડમરી ઊડી રહી હતી. જ્યાં સુધી ધુમાડો ઓછો થયો ત્યાં સુધીમાં તો ઘણા લોકોનું જીવન નષ્ટ થઈ ગયું હતું. દરેક જગ્યાએ લોહી ફેલાયેલું હતું. લોકો પોતાનાં ઘાયલ પરિવારજનોને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા.

તાલિબાનના ક્રૂર શાસનથી પોતાનો જીવ બચાવવા માટે અન્ય દેશોમાં શરણાર્થી બનવા તૈયાર લોકો કાબુલ એરપોર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી રોકાયા હતા. આ લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોઈ દેશ તેમને પોતાને ત્યાં આશરો આપી દેશે. તેમને આશા હતી કે તેમનું જીવન બરબાદ થવાથી બચી જશે, પરંતુ ઘણા લોકોની રાહ પૂરી થઈ શકી નહીં.

કાબુલ એરપોર્ટ હુમલાની તસવીરો હૃદયસ્પર્શી છે, પરંતુ આ તસવીરો બતાવવાનો હેતુ માત્ર એ છે કે અફઘાનિસ્તાનમાં દર્દ અને ભયની દાસ્તાનની વાસ્તવિકતા છે, કાલ્પનિક નથી.

બે આત્મઘાતી હુમલા બાદ એરપોર્ટને અડીને આવેલા નાળામાં મૃતદેહો અને ઘાયલોનો ઢગલો થઈ ગયો હતો. જ્યારે લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે નાળાનું પાણી લાલ થઈ ગયું હતું.

કાબુલ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને અંધાધૂંધીમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક હોસ્પિટલમાં સારવારની રાહ જોઈ રહેલો એક ઘાયલ.

એરપોર્ટ પર થયેલા હુમલામાં ગભરાઈને રડી રહેલાં બે બાળકો. આ હુમલામાં 80થી વધુ લોકોનાં મોત થયાં છે.

કાબુલ એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં લોકો હાજર છે. લોકોની ભીડની વચ્ચે આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.

કારમાં લઈ જતા એક ઘાયલને જોઈ રહેલી એક મહિલા અને બાળક. આ હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કાબુલ એરપોર્ટની બહાર તાલિબાની ચેક પોઈન્ટ પર ઊભેલો એક તાલિબાની. બ્લાસ્ટનો ભય તેની આંખોમાં પણ નજરે પડી રહ્યો છે.

લોકો હુમલામાં ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે. કાબુલ હુમલામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હજી મૃત્યુઆંક વધી શકે છે.

હુમલામાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા લોકો. લોકો તેમનાં પ્રિયજનોને હાથલારીમાં હોસ્પિટલ પહોંચાડયા હતા.

ISIS- Kએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એમ્બ્યુલન્સમાં એક ઘાયલને લઈ જતા લોકો.

કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ ધુમાડો ફેલાયો હતો. અહીં ત્રણ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આમાંથી બે આત્મઘાતી હુમલા હતા.

વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પોતાના હાથને પકડીને હોસ્પિટલ જઇ રહેલા એક ઘાયલ.

ઘણા લોકોને પગપાળા જ હોસ્પિટલ તરફ જવું પડ્યું. ઘટનાસ્થળે ન તો એમ્બ્યુલન્સ કે કોઈ હાથલારી પણ નહોતી.

કાબુલમાં હોસ્પિટલની બહાર ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા લોકો.

એક ઘાયલ કાબુલની હોસ્પિટલમાં સારવાર માટે તેનો નંબર આવવાની રાહ જુએ છે.

હુમલા બાદ એરપોર્ટ નજીક એક રસ્તા પર તહેનાત તાલિબાનો.

અબે ગેટ પાસે બેરન હોટલ સંકુલમાં અફઘાન શરણાર્થીઓ બેઠા છે. આતંકવાદી હુમલા બાદ બ્રિટિશ સૈનિકોએ સમગ્ર હોટલ સંકુલને બંધ કરી દીધું છે.

ગુરુવારના હુમલાના સ્થળ બેરન હોટલ પાસે તહેનાત બ્રિટિશ સૈનિકો. આ હુમલામાં હજુ સુધી કોઈ બ્રિટિશ સૈનિકના મૃત્યુ કે ઈજાના સમાચાર નથી.

હુમલામાં ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જતો માણસ. હોસ્પિટલોમાં ઘાયલોની ભીડ લાગેલી છે.

અન્ય સમાચારો પણ છે...