રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે દસમો દિવસ છે. યુક્રેનની સ્થિતિ વધારે ખરાબ છે. રશિયન સેનાએ યુક્રેનના પાટનગર કિવને ચારેય બાજુથી ઘેરી લીધું છે. જોકે આ યુદ્ધ દરમિયાન રશિયા ઉપર પણ આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. રશિયા પણ ઘણાં કડક વેપારને લગતા અને આર્થિક પ્રતિબંધો લગાવાવમાં આવ્યા છે. એપલ, જનરલ મોટર્સ અને હાર્લિ ડેવિડસન જેવી અમેરિકા અને યુરોપની દિગ્ગજ કંપનીઓએ રશિયા સાથેનો તેમનો વેપાર સમેટવાની જાહેરાત કરી દીધી છે. તો આવો જાણીએ વેપાર સમેટવા વિશે કઈ કંપનીએ શું કહ્યું...
એપલ
એપલે રશિયામાં તેમના iPhones, iPads અને Mac જેવી દરેક હાર્ડવેર પ્રોડક્ટ્સનું વેચાણ રોકી દીધું છે. યુક્રેનના સમર્થનમાં એપલ પહેલેથી જ રશિયામાં એપલ-પે પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્પુતનિક અને RT ન્યૂઝ જેવી રશિયન એપને એપલની એપ સ્ટોરમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ સિવાય એપલના લાઈવ મેપ્સ પર યુક્રેનની મેપની લાઈવ લોકેશન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ગયા સપ્તાહે યુક્રેનના ડેપ્યુટી વડાપ્રધાન મિખેલો ફેડરોવે એપલને એક લેટર લખ્યો હતો. જેમાં એપલને આગ્રહ કરવામાં આવ્યો હતો કે, તેઓ રશિયા ફેડરેશનને એપલની સર્વિસ અને પ્રોડક્ટનો સપ્લાય બંધ કરી દે. ત્યારપછી એપલે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું છે કે, રશિયામાં દરેક પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોફ્ટવેરના ઉપયોગ ઉપર પણ અમુક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોફ્ટવેર પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હિંસા સહન કરતા યુક્રેનના લોકોની મદદ અને તેમના સમર્થન માટે છે.
કોકા કોલાએ પણ લીધો નિર્ણય
આ દરમિયાન કોકા કોલાએ પણ રશિયામાં તેમનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે. કંપની પર રશિયાથી વેપાર સમેટવા માટે ખૂબ દબાણ હતું. શુક્રવારે NOVUS સ્ટોર ચેને કોકા કોલા સાથેની તેની પાર્ટનરશિપ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. તેનું કારણ એ છે કે, ત્યાં સુધી કોકા કોલાએ રશિયામાં તેનો વેપાર સમેટવાની જાહેરાત કરી નહતી.
હાર્લિ ડેવિડસન
અમેરિકાની દિગ્ગજ મોટરબાઈક કંપની હાર્લિ ડેવિડસને મંગળવારે 1 ફેબ્રુઆરીએ કહ્યું કે, તેણે રશિયામાં તેનો વેપાર અને સપ્લાય રોકી દીધો છે. હાર્લિના શેરમાં પણ અંદાજે 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા પછી યુરોપ હાર્લિનું સૌથી મોટું બજાર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, હાર્લિની જે બાઈક્સને રશિયા ડિલિવર કરવાની હતી તેને હવે અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહી છે.
ઓટોમોબાઈલ કંપનીઓ
- દિગ્ગજ અમેરિકન ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સે પણ આગામી નોટિસ સુધી તેમની દરેક ગાડીઓની રશિયા નિકાસ રોકી દીધી છે. જનરલ મોટર્સને રશિયામાં કોઈ પ્લાન્ટ નથી પરંતુ દર વર્ષે તેની એવરેજ 3000 ગાડીઓનું રશિયામાં વેચાણ થાય છે. જનરલ મોટર્સે તેમના નિવેદનમાં કહ્યું કે, સ્વિત્ઝરલેન્ડની ઓટોમોબાઈલ કંપની વોલ્વો કાર્સે પણ કહ્યું છે કે, તેઓ આગામી નોટિસ સુધી રશિયામાં કોઈ શિપમેન્ટ નહીં મોકલે. વોલ્વો, સ્વિડન, ચીન અને અમેરિકા તેમના પ્લાન્ટ્સમાં ગાડીઓ બનાવે છે, જે રશિયા મોકલવામાં આવે છે.
- ફોક્સ વેગને પણ અમેરિકા અને યુરોપના પ્રતિબંધોની વાત કરીને રશિયાને તેમની કારોનો સપ્લાય રોકી દીધો છે. એવું પણ કહ્યું છે કે, પ્રતિબંધોના કારણે યુક્રેનમાં બનતા અમુક પાર્ટ્સ જર્મનીના પ્લાન્ટ્સ સુધી પહોંચતા નથી.
- ડ્રેમલર ટ્રકે પણ કહ્યું છે કે, તેણે તાત્કાલિક રશિયા સાથેના વેપાર રોકી દીધા છે. તે ઉપરાંત રશિયન ટ્રક પ્રોડક્શન કંપની કમાઝની સાથે તેની ભાગીદારી ખતમ કરી દીધી છે. જર્મન ન્યૂઝપેપર ડેન્ડલ્સબ્લેટ પ્રમાણે મર્સિડીઝ બેન્ઝ ગ્રૂપે પણ કમાઝમાં તેની 15 ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો છે.
ઓઈલ કંપની
ઈક્વીનોર ઓઈલ, ગેસ અને સોલર એનર્જી સેક્ટરની સીનિયર કંપની છે. નોર્વે બેઝ્ડ ઈક્વીનોર 30થી વધારે દેશોમાં સર્વિસ આપે છે. રશિયામાં પણ ઈક્વીનોર 30 વર્ષ કરતા વધારે સમયથી કામ કરી રહી છે. પરંતુ હવે કંપનીએ રશિયામાં વેપાર કરવાની ના પાડી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.