તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરઆંગણે વિવાદ:મલાલાનો તેના જ દેશમાં વિરોધ; સ્કૂલ સંઘે કહ્યું- મલાલા ઇસ્લામવિરોધી, બેનકાબ કરીશું

ઈસ્લામાબાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાક.માં મલાલાવિરોધી ડોક્યુમેન્ટ્રી 2 કરોડ બાળકોને બતાવાઇ

મલાલા યુસુફજઇ કે જેણે 17 વર્ષની ઉંમરે કટ્ટરવાદીઓ સામે જંગ છેડ્યો. બાળકો-યુવાનોના દમન સામે અવાજ ઉઠાવ્યો. તેમને ભણાવવા માટે સંઘર્ષ કર્યો અને તેમને અધિકારો અપાવવા અભિયાન પણ ચલાવ્યું. આ કામગીરી બદલ 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજાઇ હતી પણ આ પાકિસ્તાની એક્ટિવિસ્ટ સામે તેના જ દેશની પ્રાઇવેટ સ્કૂલોએ બાંયો ચઢાવી છે.

પ્રાઇવેટ સ્કૂલ સંગઠનોએ મલાલા વિરોધી એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી છે, જેમાં દર્શાવાયું છે કે મલાલાએ લિવ-ઇન રિલેશનશિપની તરફેણ કરી હતી, જે ઇસ્લામની વિરુદ્ધ છે. સ્કૂલ સંગઠનના અધ્યક્ષ કાશિફ મિર્ઝાએ કહ્યું કે દેશની પ્રાઇવેટ સ્કૂલોમાં મલાલાની અસલિયત બતાવાશે.

ડોક્યુમેન્ટ્રીના માધ્યમથી 2 કરોડ સ્ટુડન્ટ્સને મલાલાના એજન્ડા વિશે જણાવાશે અને તેને આખા પાકિસ્તાનમાં એક્સપોઝ કરાશે.

અન્ય સમાચારો પણ છે...