• Gujarati News
  • International
  • The Rioters Called Them 'rapists' And 'Khalistan', The Indian Embassy Demanded Action Against The Culprits.

કેનેડામાં ગાંધીજીની પ્રતિમાને તોડી:ઉપદ્રવીઓએ તેમને 'રેપિસ્ટ' અને 'ખાલિસ્તાન' કહ્યા, ભારતીય દૂતવાસની દોષિતો પર કાર્યવાહીની માગ

ટોરન્ટો4 મહિનો પહેલા

કેનેડાના ઓન્ટારિયો રાજ્યમાં બુધવારે કેટલાક ઉપદ્રવીઓએ રિચમન્ડ હિલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઉપદ્રવીઓએ વધુમાં તેમને 'રેપિસ્ટ' અને 'ખાલિસ્તાન' પણ કહ્યા છે. ભારતે આ ઘટના અંગે ચિંતા જાહેર કરી છે અને આ બાબતની તપાસની માગણી કરી છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું હતું કે યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિષ્ણુ મંદિરમાં મૂર્તિને તોડી નાખવામાં આવી છે. આ અંગેની માહિતી યોર્ક રીજનલ પોલીસે બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને આપી હતી.

ટોરન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર કહ્યું હતું કે અમે રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાને પગલે પરેશાન છીએ. આ ઘટનાએ કેનેડામાં ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અમે આ મામલાની તપાસ માટે અધિકારીઓના સંપર્કમાં છે.

ખાલિસ્તાની લખીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું
યોર્ક પોલીસે આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. પોલીસ પ્રવક્તા અમી બૌદ્રેઉએ કહ્યું હતું કે કોઈ ઉપદ્રવીએ બળાત્કારી અને ખાલિસ્તાન જેવા શબ્દ લખીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. યોર્ક પોલીસ કોઈપણ રીતે હેટ ક્રાઈમને ચલાવી લેશે નહિ. જે લોકો રંગભેગ, રાષ્ટ્રીયતા, જાતીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગના આધારે બીજાને પરેશાન કરે છે તેમની પર કેસ ચલાવવામાં આવશે.

પહેલાં પણ હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું
5 મહિના પહેલાં પણ ગ્રેટર ટોરન્ટો એરિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે 10 દિવસમાં જ 6 મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. ઉપદ્રવીઓએ દાનપેટીમાંથી કેશની ચોરી કરવા સિવાય મૂર્તિઓ પર સજાવવામાં આવેલા દાગીનાની ચોરી કરી હતી. સામાન્ય રીતે કેનેડામાં આ પ્રકારની ઘટનાઓ બનતી નથી. જોકે છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...