મોટા ભાગે માતા-પિતા બાળકોને ખોટું ન બોલવાની સલાહ આપે છે પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. તાજેતરમાં થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું કે પેરેન્ટ્સ બાળકો પાસેથી એ જ સાંભળવાનું પસંદ કરે છે જે તેઓ ઇચ્છે છે. અનેકવાર સત્ય બોલવા પર માતા-પિતા બાળકો સાથે સખ્તાઇ કરે છે. આ સ્થિતિમાં બાળકો પોતાનાં માતા-પિતાને જોઇને એક રીતે જુઠ્ઠાણું બોલતા શીખે છે, જેથી તેમનાં માતા-પિતાને સારું લાગે. આ પ્રકારનાં જુઠ્ઠાણાંથી તેઓને કોઇ ને કોઇ રીતે રિવોર્ડ મળે છે.
ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ પૂછે છે કે તમારાં માતાપિતા ક્યાં છે. તેના પર સત્યવાદી બાળક જવાબ આપશે કે પોર્ચની નીચે છે, પરંતુ ખોટું બોલનાર બાળક કહેશે કે તેઓ લાઇબ્રેરી તરફ ગયાં છે. તેઓ એ નહીં બતાવે કે લાઇબ્રેરી ઘરના પોર્ચની નીચે જ છે. બાળકના ભાવનાત્મક વિકાસમાં ખોટું બોલવું એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે મનના સિદ્વાંત અથવા તે સમજવાની ક્ષમતાનો સંકેત આપે છે કે અન્ય લોકોના વિચાર, ઇચ્છાઓ તેમજ આવશ્યકતાઓ અલગ અલગ છે.
સત્યને ટિ્વસ્ટ કરી બોલો તો સજાનું જોખમ ઓછું
બાળકો વિસંગતતા સમજી શકે છે. મહત્તમ બાળકોને ખોટું બોલવાનું શીખવાડાતું નથી, પરંતુ તેમનાં માતા-પિતાની પ્રક્રિયાઓ તેમને સત્યને તોડી મરોડીને રજૂ કરવાથી જોખમ ઘટે છે તેવું શીખવાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.