વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 મેના રોજ કેટલાક કલાક માટે નેપાળની મુલાકાત લઈ શકે છે. અહીં તેઓ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની જશે. PM મોદીને નેપાળના વડાપ્રધાન રિસિવ કરશે અને તેમની સાથે માયા દેવી મંદિર જશે. આ મંદિર લુમ્બિનીમાં જ છે અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ 2019માં બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ PM મોદીનો આ પ્રથમ નેપાળ પ્રવાસ છે. પ્રથમ કાર્યકાળમાં તેઓ ચાર વખત આ પડોશી દેશની મુલાકાતે ગયા હતા.
દેઉબા સાથે મુલાકાત થશે
લુમ્બિની નેપાળના ભૈરવાહ જિલ્લામાં છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા એક મહિના અગાઉ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમ સમયે તેમણે PM મોદી સાથે મુલાકાત યોજી હતી. નેપાળમાં PM મોદીના પ્રવાસની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે PM મોદી દિલ્હીથી કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટરથી નેપાળના લુમ્બિની પહોંચશે. અહીં તેઓ માયા દેવી મંદિર જશે. અહીં ભગવાન બુદ્ધના જન્મસ્થળી છે. અહીં દીપ પ્રાગટ્ય તથા દર્શન કરશે.
4 વર્ષમાં પ્રથમ વખત નેપાળનો પ્રવાસ
PM મોદી છેલ્લે મે, 2018માં નેપાળ ગયા હતા. આ પ્રવાસ સમયે મુક્તિનાથ તથા જનકપુરમાં દર્શન કર્યાં હતા. અહીં બન્ને ધાર્મિક અને સાંસ્કૃત્તિક કેન્દ્ર છે. માયા દેવી મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહરોમાં સમાવેશ ધરાવે છે. સમ્રાટ અશોકે આ સ્થળના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. વર્ષ 1896માં જનરલ ખડગ શમશેર તથા ડોક્ટર એન્ટની ફુહેરે આ સ્થાનની શોધ કરી હતી. કેશર શમશેરે વર્ષ 1939માં માયા દેવી મંદિરને ફરીથી બનાવ્યું હતું. જોકે, આજે જે માયા દેવી મંદિર જોવા મળે છે તે વર્ષ 2003માં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે તેને લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટે તૈયાર કરાવ્યું હતું.
છઠ્ઠી સદીના પણ અવશેષ મળ્યા
એક અહેવાલ પ્રમાણે માયા દેવી મંદિરમાં છઠ્ઠી સદીથી 15મી સદી સુધી કલાત્મક અવશેષ છે. તેમા 15 ચોકોર ચબૂતરા અને 5 કતાર છે. આ તમામ અગાઉથી પશ્ચિમની દિશામાં તૈયાર કરવામાં આવ્યું છે. 3 કતાર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ તૈયાર કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટની સાથે આ સ્થાનને વિકસિત કરવામાં બ્રિટનની ડરહમ યુનિવર્સિટીએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ બન્ને સંસ્થાએ વર્ષ 2010થી 2013 સુધી આ સ્થાનોને નવેસરથી વિકસિત કરવામાં આવેલ છે. અહીં જે પ્રાચીન કાળની ઈંટ મળી છે તેને દરેકનું વજન 20 કિલોગ્રામ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.