ખતરનાક ગરમી:કેનેડામાં તાપમાન 49 ડીગ્રી, લૂથી 233 લોકોનાં મોત, માર્ગો પર ફુવારા ચલાવાયા, લોકોએ કહ્યું, આવું ક્યારેય જોયું નથી; જાણો કેમ થઈ રહ્યું છે

ટોરોન્ટો7 મહિનો પહેલા
  • અહીં ઘરોમાં એરકન્ડિશનર નથી, એવામાં સરકારે કૂલિંગ સેન્ટર બનાવ્યાં છે, જ્યાં લોકો રાત વિતાવી શકે છે

અમેરિકાના પેસિફિક ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર, બ્રિટિશ-કોલંબિયા રાજ્ય અને કેનેડામાં ઐતિહાસિક ગરમી અને લૂએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 10 હજાર વર્ષમાં એકવાર આવતી હીટ ડોમ અસરને કારણે પોર્ટલેન્ડ, ઈડાહો, ઓરેગન અને પૂર્વ વોશિંગ્ટન પણ ઝઝૂમી રહ્યા છે. કેનેડામાં મંગળવારે તાપમાન 49.6 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ ગત 3 દિવસથી તમામ રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે. બ્રિટિશ કોલંબિયાના લિટન શહેરમાં પણ 47.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આવું ક્યારેય બન્યું નથી.

કેનેડામાં ગરમીને કારણે ગત 4 દિવસમાં 233 લોકોથી વધુનાં મોત નીપજ્યાં છે, જેમાં એકલા વાનકુવરમાં 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. બર્નાબી અને સરે ક્ષેત્રોમાં પણ અચાનક મૃત્યુ વધી ગયાં છે. મૃતકોમાં એવા લોકો વધારે છે, જેમણે સ્વાસ્થ્યની સમસ્યાઓ હતી અને વૃદ્ધ હતા. ઓરેગોન અને વોશિંગ્ટનમાં સવાબે લાખ લોકો વીજકાપનો પણ સામનો કરી રહ્યાં છે. બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર જોન હોરગને તેને સૌથી ગરમ સપ્તાહ ગણાવ્યું છે.

કેનેડામાં મુખ્ય ફોરેન્સિક મેડિસિન અધિકારી લિસા લાપોઈન્ટ અનુસાર, ગત અઠવાડિયે લૂ શરૂ થઈ ગઈ. એ બાદ બ્રિટિશ કોલંબિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિને મૃત્યુમાં વધારો નોંધ્યો હતો. ચાર દિવસમાં 130 મૃત્યુ નોંધાયાં છે.

લોકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવું ક્યારેય જોયું નથી.
લોકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આવું ક્યારેય જોયું નથી.

વેક્સિનેશન કેન્દ્રો બંધ કરાયાં
કેનેડાના પર્યાવરણ વિભાગે અલર્ટ જારી કર્યું છે. એમાં તેણે કહ્યું હતું કે લાંબા સમય સુધી ખતરનાક ગરમીની લહેર આ અઠવાડિયે પણ જારી રહેશે. યુએસ નેશનલ વેધર સર્વિસે પણ કહ્યું હતુું કે લોકો ઠંડાં સ્થળોએ રહે. ગરમીને કારણે વાનકુવરમાં સ્કૂલો અને વેક્સિનેશન કેન્દ્રો બંધ કરી દેવાયાં છે. પોર્ટલેન્ડમાં જાહેર પરિવહન અટકાવાયું છે.

એસીવાળા સિનેમા હૉલ ફુલ

  • માર્ગો પર પાણીના ફુવારા લગાવાયા છે, લોકો અહીં ભીના થઈ શકે છે.
  • અહીં ઘરોમાં એરકન્ડિશનર નથી. એવામાં સરકારે કૂલિંગ સેન્ટર બનાવ્યાં છે જ્યાં લોકો રાત વિતાવી શકે છે.
  • સ્વિમિંગ પૂલ પરના કોવિડ પ્રતિંબંધ હટાવી લેવાયા છે, જેથી લોકો સમય પસાર કરી શકે.
  • લોકો એરકન્ડિશનર હોટલોમાં જતા રહ્યા છે. એસીવાળા તમામ સિનેમા હોલના પણ શો ફુલ ચાલી રહ્યા છે.
અલઝઝીરાના અહેવાલ મુજબ, 5 દિવસમાં 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં ઘરોમાં એરકન્ડિશનર નથી. એવામાં સરકારે કૂલિંગ સેન્ટર બનાવ્યાં છે, જ્યાં લોકો રાત વિતાવી શકે છે.
અલઝઝીરાના અહેવાલ મુજબ, 5 દિવસમાં 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં ઘરોમાં એરકન્ડિશનર નથી. એવામાં સરકારે કૂલિંગ સેન્ટર બનાવ્યાં છે, જ્યાં લોકો રાત વિતાવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...