કોરોના / અમેરિકામાં મોલ આગળ પાંચ-પાંચ કિલોમિટર લાંબી લાઈન, ભારતમાં કરિયાણાની નાની દુકાનોએ રંગ રાખ્યો

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:52 PM IST

ન્યુયોર્ક: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેમાંથી સુપર પાવર અમેરિકા પણ બાકાત નથી. ઉદારીકરણના હિમાયતી અમેરિકાને પહેલી વખત તેના ગેરફાયદાનો વરવો અનુભવ થયો છે. મોલ કલ્ચર માટે જાણીતા અમેરિકાના લોકો વિકિટ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં દરેક મોલ આગળ હાજરો લોકોની ભીડ ઉમટી રહી છે. લોકો વસ્તુઓ લેવા માટે પાંચ-પાંચ કિલોમિટર લાંબી લાઈનમાં કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ભારતમાં હજી પણ કરિયાણાની નાની દુકાનો હોવાથી આવી સ્થિતિ આવી નથી. નોંધનીય છે કે અમેરિકામાં 55 હજાર લોકો કોરોનાથી સંક્રમિત છે અને 800 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી