• Gujarati News
  • International
  • Logistics In India Is Twice As Expensive As In China, Investment May Increase If The Trade Dispute Is Resolved In The Court Soon

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ભારતમાં લોજિસ્ટિક્સ ચીન કરતા બમણું મોંઘું, વેપારી વિવાદ કોર્ટમાં વહેલી તકે ઉકલાશે તો રોકાણ વધી શકે

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ હેડ અતુલ કેશપે વાતચીતમાં કહ્યું

યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ હેડ અતુલ કેશપ ભાસ્કર જૂથ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતને પણ ચીનની જેમ જ લોજિસ્ટિક્સ સસ્તા જોઇએ. તેના કારણે અમેરિકાની સાથે બિઝનેસ વધશે. ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કરી ચુકેલા અતુલ મુળ પંજાબનાં છે. કેશપે કહ્યું છે કે ભારતે કેટલીક અડચણોને દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે. પરંતુ આજે પણ કેટલીક વેપારી અડચણો છે. જેમ કે ભારતમાં લોજિસ્ટિક્સ હજુ પણ મોંઘા છે. ચીનની પાસે એક વિકસિત મૂળભૂત માળખુ છે. આવુ એટલા માટે છે કેમ કે ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર છે. સરકાર આદેશ આપે છે અને કામ થઇ જાય છે. પરંતુ ભારત જેવા લોકશાહી દેશમાં લોકોના જુદા જુદા અભિપ્રાય છે.

બીજી બાબત એ છે કે અમેરિકામાં હવે જ્યારે પણ બિઝનેસ વિવાદ થાય છે ત્યારે કોર્ટ ઝડપથી આ વિવાદોનો ઉકેલ લાવવાનાં પ્રયાસ કરે છે. તેઓ ભારતના ન્યાયતંત્ર અથવા તો જજ પર સવાલ કરી રહ્યા નથી. પરંતુ એટલુ કહેવા માંગે છે કે કંપનીઓના વિવાદોને વહેલી તકે ઉકેલાય તો રોકાણકારોનો વિશ્વાસ વધશે. ભારત સરકારના આર્થિક સુધારાના પ્રયાસ છતાં અમેરિકી નિકાસકારોને ટૈરિફ અને બિન ટેરિફ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકનાં પરમાણુ હથિયારો ખોટા હાથમાં ન જાય
પાકિસ્તાન અને અમેરિકાનાં વધતા સંબંધોને લઇને અતુલ કેશપે કહ્યું છે કે આપણે એ નક્કી કરવાની જરૂર છે કે પાકિસ્તાનની પાસે જે ન્યુક્લિયર ટેકનોલોજી છે તે ખોટા હાથમાં ન જતી રહે. બીજી બાજુ જો ભવિષ્યમાં પાકિસ્તાન અને ભારતની વચ્ચે કોઇ પણ પ્રકારનાં સંઘર્ષ થાય છે તો અમેરિકા તેમાં મહત્ત્વ પૂર્ણ ભૂમિકા અદા કરીને મધ્યસ્થતા મારફતે ઉકેલ લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...