ઓસ્ટ્રેલિયાને રાણી એલિઝાબેથનો સીક્રેટ લેટર:સિડનીમાં ક્વીન વિક્ટોરિયા બિલ્ડિંગમાં તિજોરીમાં બંધ, 63 વર્ષ સુધી ખૂલશે નહીં રહસ્ય

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાણી એલિઝાબેથ-2 એ ઓસ્ટ્રેલિયા માટે એક ગુપ્ત પત્ર લખ્યો છે. જે સિડનીમાં એક તિજોરીની અંદર બંધ છે. સૌથી મહત્ત્વ વાત એ છે કે, આગામી 63 વર્ષ એટલે કે 2085 સુધી આ પત્રને વાંચી શકાશે નહીં. આ પત્રમાં શું લખ્યું છે તે વિશેની જાણકારી રાણીના અંગત કર્મચારીઓને પણ નથી.

ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, આ પત્ર સિડનીની ઐતિહાસિક ક્વીન વિક્ટોરિયા બિલ્ડિંગમાં એક તિજોરીમાં રાખવામાં આવ્યો છે. જેને નવેમ્બર 1986માં લખવામાં આવ્યો હતો. જેમાં રાણીએ સિડનીના લોકોને સંબોધિત કર્યા છે. આ પત્રને 2085 સુધી વાંચવામાં આવશે નહીં.

ક્વિન વિક્ટોરિયા બિલ્ડિંગમાં મહારાણી એલિઝાબેથ-2નો પત્ર રાખવામાં આવ્યો છે.
ક્વિન વિક્ટોરિયા બિલ્ડિંગમાં મહારાણી એલિઝાબેથ-2નો પત્ર રાખવામાં આવ્યો છે.
18 નવેમ્બર, 1986ના રોજ ક્વિન વિક્ટોરિયા બિલ્ડિંગમાં મહારાણી એલિઝાબેથ-2ના પત્રને સાર્વજનિક વાંચવા માટે રાખવામાં આવ્યો હતો.
18 નવેમ્બર, 1986ના રોજ ક્વિન વિક્ટોરિયા બિલ્ડિંગમાં મહારાણી એલિઝાબેથ-2ના પત્રને સાર્વજનિક વાંચવા માટે રાખવામાં આવ્યો હતો.

રાણી એલિઝાબેથે 16 વાર ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી

પત્રને લઈ સિડનીના લોર્ડ મેયરને નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2085માં નક્કી કરાયેલ દિવસે આ પત્ર ખોલીને સિડનીના નાગરિકોને સંદેશ આપવામાં આવશે. ઉપરાંત, રાજ્યના વડા તરીકે રાણી એલિઝાબેથે 16 વાર ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. આ અંગેની જાણકારી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીસે આપી છે.

ક્વિન એલિઝાબેથે ઓસ્ટ્રેલિયા ગયા હતા, ત્યારે ત્યાં અંદાજે 10 લાખ લોકો ભેગા થયા હતા.
ક્વિન એલિઝાબેથે ઓસ્ટ્રેલિયા ગયા હતા, ત્યારે ત્યાં અંદાજે 10 લાખ લોકો ભેગા થયા હતા.

શુક્રવારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રાણીની ઓસ્ટ્રેલિયાની પહેલી યાત્રાથી જાણ થઈ હતી કે, ઓસ્ટ્રેલિયા માટે તેમના હૃદયમાં ખાસ સ્થાન છે. એક રિપોર્ટ અનુસાર, 1999માં ઓસ્ટ્રેલિયાએ રાણીને રાજ્યના વડા તરીકે હટાવવા માટે જનમત સંગ્રહ કર્યો હતો. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કિંગ ચાર્લ્સ IIIને ઓસ્ટ્રેલિયામાં રાજ્યના વડા જાહેર કરવામાં આવ્યા​​​​​​​​​​​​​​

ન્યૂઝીલેન્ડે કિંગ ચાર્લ્સ IIIને સત્તાવાર રીતે રાજ્યના વડા તરીકે જાહેર કર્યા હતા.
ન્યૂઝીલેન્ડે કિંગ ચાર્લ્સ IIIને સત્તાવાર રીતે રાજ્યના વડા તરીકે જાહેર કર્યા હતા.

શુક્રવારે સિડનીના ઓપેરા હાઉસમાં રાણીને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. જ્યારે, ન્યૂઝીલેન્ડે રવિવારે એક ટેલિવિઝન સમારોહમાં કિંગ ચાર્લ્સ IIIને સત્તાવાર રીતે રાજ્યના વડા તરીકે જાહેર કર્યા છે. આ દરમિયાન રવિવારે ઓસ્ટ્રેલિયાએ પણ કિંગ ચાર્લ્સ IIIને રાજ્યના વડા જાહેર કર્યા છે. તેઓ 70 વર્ષમાં પ્રથમ વાર રાજા બન્યા છે.

મહારાણી એલિઝાબેથ-IIનું નિધન 8 સપ્ટેમ્બરના રોજ થયું

મહારાણી એલિઝાબેથ-IIનું નિધન 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે થયું. તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમના પિતા કિંગ જ્યોર્જના અવસાન પછી બ્રિટનનું શાસન સંભાળ્યું. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. તે માત્ર બ્રિટનની જ નહીં, પરંતુ અન્ય 14 સ્વતંત્ર દેશનાં રાણી હતાં. તેમના મૃત્યુ પછી પુત્ર પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બન્યા છે. હવે તે કિંગ ચાર્લ્સ III તરીકે ઓળખાશે.

ક્વીન એલિઝાબેથની શબપેટી સ્કોટલેન્ડના એડિનબર્ગ પહોંચી ગઈ છે.
ક્વીન એલિઝાબેથની શબપેટી સ્કોટલેન્ડના એડિનબર્ગ પહોંચી ગઈ છે.

રાણીની અંતિમયાત્રા શરૂ

રાણીની અંતિમયાત્રા રવિવારથી શરૂ થઈ ગઈ છે. તેમનો અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. રાણીની શબપેટી બાલમોરસથી એડિનબર્ગ લઈ જવામાં આવી હતી. 6 કલાકની મુસાફરી પછી શબપેટી સ્કોટલેન્ડના એડિનબર્ગમાં મહારાણીના મહેલ હોલીરૂડ હાઉસ પહોંચી. રાણીની અંતિમયાત્રા ચાર દિવસ પછી લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબીમાં સમાપ્ત થશે.