તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાના અનેક દેશોમાં જ્યારે કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજી બાજુ અનેક દેશોમાં મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ દેશોમાં ચીન પણ સામેલ છે. એક સમયે મહામારી પર કાબૂ મેળવવાનો દાવો કરનારા ચીને મંગળવારે આશરે 50 લાખની વસતી ધરાવતા લેંગફેંગ શહેરમાં કડક લૉકડાઉન લગાવ્યું. ચીને તાજેતરમાં હેબઈ પ્રાંતના એક મોટા શહેરમાં લૉકડાઉન લગાવ્યું હતું. ચીનના આ નિર્ણયથી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ત્યાં કોરોનાના સેકન્ડ વેવનું જોખમ છે. લેંગફેંગના લોકોને એક સપ્તાહ માટે હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવા કહેવાયું છે. જલદી જ અહીંના તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાશે. ચીનમાં તાજેતરના સમયમાં જે શહેરોમાં સૌથી વધુ કોરોના ચેપગ્રસ્ત મળી રહ્યા છે તેમાં શિઝિયાજુઆંગ મુખ્ય છે. 1.1 કરોડની વસતીવાળા આ શહેરમાં કડક લાૅકડાઉન લગાવાયું છે.
બ્રિટન : વડાપ્રધાન જોનસનની સાઈકલ રાઈડથી દેશભરમાં રોષ
કોરોનાના નવા સ્ટ્રેઈનને લીધે બ્રિટનમાં હાલના દિવસોમાં લૉકડાઉન લગાવાયું છે. લોકોને દિવસે એકવાર કસરત માટે બહાર નીકળવાની છૂટ છે પણ ઘરથી વધારે દૂર ન જવાની સલાહ અપાઈ છે. છતાં વડાપ્રધાન બોરિસ જોનસન મંગળવારે તેમના નિવાસથી 7 માઈલ(આશરે 11 કિ.મી.) દૂર સાઈકલ ચલાવતા દેખાયા હતા જેના લીધે લોકો રોષે ભરાયા છે. બીજી તરફ 8 કિ.મી. દૂર સાઈકલ ચલાવનાર એક મહિલાને 200 પાઉન્ડનો દંડ ફટકારાયો હતો.
નવા ચેપગ્રસ્તોનો રેકોર્ડ તૂટ્યા બાદ આખા મલેશિયામાં ઈમરજન્સી જાહેર
મલેશિયાના રાજાએ કોરોના મહામારીને કાબૂ કરવા રાષ્ટ્રવ્યાપી કટોકટી જાહેર કરી છે. મનાય છે કે આ પગલાંથી વડાપ્રધાન મુહિયુદ્દીન યાસીનની સ્થિતિ વધુ મજબૂત થશે. વિપક્ષી દળ દેશમાં જલદી ચૂંટણી યોજવાની માગ કરી રહ્યા હતા. મલેશિયામાં ગત સપ્તાહે નવા સંક્રમિતોની સંખ્યા 3 હજારને વટાવી ગઈ. મહામારીની શરૂઆત બાદથી આવું પહેલીવાર થયું છે. સોમવારે ત્યાં કોરોનાના કુલ કેસ 1.38 લાખને પાર થઈ ગયા હતા. અગાઉ દેશનો ઈન્ડેક્સ 1.6 ટકા ઘટી ગયો હતો.
વેક્સિન મળવા છતાં 2021માં હર્ડ ઈમ્યુનિટીની શક્યતા નહીંવત્ : WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે 2021માં કોરોના હર્ડ ઈમ્યુનિટીની શક્યતા નહીવત્ છે. હર્ડ ઈમ્યુનિટી તે સ્થિતિ છે જ્યારે કોઈ બીમારી પ્રત્યે વસતીના મોટા હિસ્સામાં લોકોની અંદર એન્ટિબોડી વિકસિત થઈ જાય. બીમારીની દ્દષ્ટિએ આ મોટા હિસ્સાનો અર્થ બદલાઈ શકે છે. હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિ બે રીતે પ્રાપ્ત થાય છે. કાં તો ચેપથી કાં પછી વેક્સિનેશનથી. પહેલાં મનાતું હતું કે 60થી 70 ટકા લોકો કાં તો ચેપગ્રસ્ત થઈ જાય કાં તેમને વેક્સિન મળી જાય તો હર્ડ ઈમ્યુનિટી આવી જશે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.