• Home
  • International
  • Lockdown failed in Britain, number of passengers on train as before; Question raised on government

બ્રિટનમાં લોકડાઉન નિષ્ફળ, ટ્રેનમાં મુસાફરોની સંખ્યા પહેલા જેટલી જ; સરકાર પર ઉઠ્યા સવાલ

X

  • સરકારે ત્રણ સપ્તાહ માટે લોકડાઉન જાહેર કર્યું છે

  • યુકેમાં મરનારાઓની સંખ્યા વધીને 335 થઈ ગઈ છે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 02:34 PM IST

લંડનઃ યુકેમાં સરકાર ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરી ચુકી છે પરંતુ તેને લાગુ કરવા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેનું કારણ એ છે કે મંગળવારે દેશની ટ્રેન સંપૂર્ણ રીતે ભરેલી જોવા મળી હતી. જોકે ટ્રેનની સેવાઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. જોકે મુસાફરો પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી.

વડાપ્રધાન બોરિસે મહત્વની જાહેરાત કરી હતી

વડાપ્રધાન બોરિસ જોનસને ઓછામાં ઓછા 21 દિવસો માટે લોકોની અવર-જવરમાં ઘટાડો કરવાના હેતુથી કેટલીક જાહેરાતો કરી હતી. અહીં કોરાનાના કારણે મરનારાઓની સંખ્યા 335 થઈ ગઈ છે. ત્યારે જોનસને લોકોને કહ્યું હતું કે ઘરમાં જ રહો અને આ અંગે પોલીસને પણ કેટલાક જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા.

જાહેરાતોમાં સ્પષ્ટતા કરાઈ હોવાનો લોકોનો દાવો

હવે બીજી તરફ એવા પણ સવાલો ઉઠી રહ્યાં છે કે જોનસને આ જાહેરાત તો કરી હતી, પરંતુ તેઓ પોતે આ અંગે સ્પષ્ટ ન હતા. લોકો પોલીસને એ સવાલ પુછી રહ્યાં છે કે તેમને શું કરવા અને શું ન કરવાની પરવાનગી છે. મંત્રી ગેન્ટ શાપ્પેએ સોમવારે સ્થિતિ વધુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે સલાહ એકદમ સ્પષ્ટ છે કે ઘરે જ રહો. દેશની મોબાઈલ ફોન સેવાઓ હવે જોનસનની વાતને સંદેશના રૂપમાં લોકો સુધી પહોંચાડી રહી છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક ટ્વિટમાં કહ્યું હતું કે અગામી કેટલાક સપ્તાહો પોલીસ માટે પડકારરૂપ છે. સરકારે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જોનસન સ્વસ્થ છે પરંતુ જો તેઓ કોરોનાનો શિકાર બનશે તો વિદેશ મંત્રી ડોમનિક રોબ સરકારનું કામકાજ સંભાળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી