તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Lockdown Again In Auckland, New Zealand, Fear Of New Corona Virus, Nearly 1000 Cases Of New Variant Found In US

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ફરી લોકડાઉન, નવા કોરોના વાયરસથી ભારે દહેશત, USમાં નવા વેરિએન્ટના આશરે 1000 કેસ મળ્યા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાપાને તેની સૌ પ્રથમ વેક્સિનને મંજૂરી આપી, ટૂંક સમયમાં વેક્સિનેશન શરૂ થશે

ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન રવિવારે મધ્ય રાત્રીથી લાગૂ થવા જઈ રહ્યું છે. શહેરમાં મળેલા નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કેબિનેટના મહત્વના સભ્યો સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કહ્યું કે ત્યાં સુધી સાવધાન રહેશું કે જ્યાં સુધી તેમને શહેરમાં આવેલ નવા કોરોના વાઈરસ અંગે પૂરી માહિતી ન મળી જાય. આ સાથે નવો કોરોના વાયરસ અગાઉની તુલનામાં કેટલો ખતરનાક છે તેની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.

અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટના 1000 કેસ મળ્યા
બીજી બાજુ અમેરિકાના 44 રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટના આશરે 1000 કેસ સામે આવી ચુક્યા છે. US સેન્ટર્સ ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે સૌથી વધારે 981 કેસ બ્રિટનમાંથી મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના છે. આ ઉપરાંત 13 કેસ દક્ષિણ આફ્રિકા અને 3 કેસ બ્રાઝીલવાળા વેરિએન્ટ છે.

જાપાને તેની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી આપી
જાપાને રવિવારે તેની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં જ વેક્સિનેશનની શરૂઆત થઈ જશે. જોકે, જાપાન આ બાબતમાં અમેરિકા અને અન્ય દેશોની તુલનામાં કેટલાક મહિના પાછળ છે.

અત્યાર સુધીમાં 10.9 કરોડ કેસ
વિશ્વમાં અત્યાર સુધીમાં 10.9 કરોડ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં મહામારીથી કુલ 24.05 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સારી વાત એ રહી છે કે 8.11 કરોડ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. સૌથી વધારે અસરગ્રસ્ત અમેરિકામાં શનિવારે કુલ 86,275 લોકોમાં કોરોનાની પૃષ્ટી થઈ હતી અને 2,272 લોકોના મૃત્યું થયા હતા. અમેરિકામાં અત્યાર સુધીમાં 2.81 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 1.81 કરોડ લોકો સાજા થઈ ચુક્યાં છે.

ફ્રાંસમાં શનિવારે કોરોનાના 21,231 નવા કેસ સામે આવ્યા છે અને 199 લોકોના મૃત્યુ થયા છે. અહીં અત્યાર સુધીમાં 81,647 લોકોના સંક્રમણને લીધે મૃત્યું થયા છે, જે બ્રિટન અને ઈટાલી બાદ યુરોપમાં ત્રીજા ક્રમ પર છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાના 1,00,37 નવા દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે, જે પૈકી 1,795 દર્દી ICUમાં દાખલ છે.

ટોચના 10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધારે લોકો સંક્રમિત થયા

દેશ

સંક્રમિતમૃત્યુસાજા થયા
અમેરિકા28,196,964496,06318,153,126
ભારત10,904,738155,67310,609,788
બ્રાઝીલ9,811,255238,6478,710,840
રશિયા4,057,69879,6963,577,907
UK4,027,106116,9082,125,331
ફ્રાંસ3,448,61781,647238,753
સ્પેન3,056,03564,747N/A
ઈટાલી2,710,81993,3562,216,050
તુર્કી2,579,89627,3772,468,419
જર્મની2,336,90565,4152,112,000

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો