બ્રિટનમાં ઘણી જગ્યાએ હિંદુ-મુસ્લિમ હિંસા ફેલાઈ:સ્થાનિક નેતાઓએ કહ્યું- સરકારે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવું જોઈએ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના લેસેસ્ટરમાં હિન્દુ-મુસ્લિમ હિંસા દેશના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ છે. આ અંગે ચેતવણી સ્થાનિક સાંસદ ક્લાઉડિયા વેબે આપી હતી. વેબે કહ્યું કે ઉગ્રવાદી, જમણેરી વિચારધારા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. મંત્રીઓએ આ બાબત પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. છેલ્લા શનિવાર અને રવિવારે બંને સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જે બાદ પોલીસને પરિસ્થિતિને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સરકારે ઉશ્કેરણીજનક નિવેદનો બંધ કરવા જોઈએ
ઓગસ્ટના અંતમાં શરૂ થયેલા તણાવને લઈ અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાંસદ વેબે કહ્યું કે સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત અને ઉશ્કેરણીજનક નિવેદનો ફેલાવતા લોકોને રોકવા જોઈએ.

આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા હુમલા અટકાવવા અને ગુનેગારો સામે પગલાં લેવા માટે ભારતીય હાઈ કમિશન બ્રિટનના સંપર્કમાં છે.

મેચમાં પાકિસ્તાનની હાર બાદ હિંસા ફાટી નીકળી
બ્રિટનમાં લેસેસ્ટર શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોમાં અથડામણ બાદ તણાવનો માહોલ છે. તેની શરૂઆત 28 ઓગસ્ટના રોજ ભારત સામે રમાયેલી એશિયા કપ મેચમાં પાકિસ્તાનની હાર બાદ થઈ હતી.

શાંતિની અપીલ કરવાની સાથે પોલીસ અસામાજીક તત્વો સામે પગલા લઈ રહી છે. બંને સમુદાયના લોકો એકબીજા પર હુમલો કરીને અને રેલી નીકાળવાના આરોપ લગાવ્યા છે. દેખાવો વધારે બેલગ્રેવ રોડ પર થયા છે. આ વિસ્તારમાં ભારતીય અને પાકિસ્તાનના મૂળ લોકોના કેટલાક રેસ્ટોરન્ટ છે.

પરવાનગી વિના થયું પ્રદર્શન
પરવાનગી વિના પ્રદર્શન બાદ પોલીસે શહેરમાં બેલગ્રેવ રોડ બંધ કરી દીધો હતો. અહીં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે. મીડિયા રીપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે ઘણી વખત બંને જૂથો વચ્ચે અથડામણ થઈ છે. બંને તરફથી એકબીજા પર પથ્થરો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી. કારની તોડફોડ અને વિવિધ સ્થળો પર મારપીટ થઈ હતી. આ હિંસા બાદ સમુદાયના નેતાઓેએ શાંતિની અપીલ કરી હતી.

રવિવારે મોડી સાંજે પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર હાજર હતા. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસે ઘણી વખત ભીડને હટાવી હતી. કડક પગલાને કારણે માહોલ પહેલાથી શાંત હતું.

અન્ય સમાચારો પણ છે...