તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિરમની કોરોના વેક્સિનને WHOની મંજૂરી:વિશ્વભરમાં ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે લીલીઝંડી, ગરીબ અને વિકાસશીલ દેશોને લાભ થશે

11 દિવસ પહેલા

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તેને સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને દક્ષિણ કોરિયાની એસ્ટ્રાજેનેકા-એસકેબાયો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી એસ્ટ્રોજેનેકા વેક્સિનની ઈમર્જન્સી મંજૂરી આપી છે.WHO દ્વારા એસ્ટ્રાજેનેકાની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનને મંજૂરી મળવા સાથે જ ગરીબ દેશોમાં પણ આ વેક્સીનની પહોંચને સુનિશ્ચિત કરી શકાશે.

વિશ્વમાં 10.90 કરોડ લોકોને કોરોના થઈ ચુક્યો છે
ગયા સપ્તાહે WHOના નિષ્ણાતોના સમૂહે 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે એસ્ટ્રાજેનેકા વેક્સિનના ઉપયોગ અંગે ભલામણ કરી હતી. જોકે, WHO વેક્સિનને મંજૂરી અથવા વેચાણ કરતા નથી. પણ જે વિકાસશીલ દેશોમાં દવાઓની નિયમનકારી વ્યવસ્થા મજબૂત નથી તેના માટે વેક્સિનની સુરક્ષા અને અસરનું મૂલ્યાંકન કરે છે. વિશ્વમાં 10.9 કરોડ લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે.

વિશ્વમાં અનેક દેશો હવે વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરી શકશે
વિશ્વમાં અનેક દેશો હવે વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરી શકશે

જ્યારે 24 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. ત્યારબાદ પણ વિશ્વના અનેક દેશોમાં હજું પણ વેક્સિનેશન ક્રાયક્રમની શરૂઆત થઈ નથી અને ત્યાં સુધી કે સમૃદ્ધ દેશોને પણ વેક્સિનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. વેક્સિનની માગ એટલી છે કે ઉત્પાદકો તેમની વેક્સિન ઉત્પાદનમાં વેગ લાવવામાં મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે.

વિશ્વના 50થી વધારે દેશોમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે
એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડની વેક્સિનને અગાઉથી જ બ્રિટન, ભારત, આર્જેન્ટીના અને મેક્સિકો સહિત 50થી વધારે દેશોમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ વેક્સિન ખૂબ જ સસ્તી છે અને તેની જાળવણી કરવી પણ ખૂબ જ સરળ છે.WHO ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનની જરૂરિયાત રહે છે. ગરીબ અને વિકાસશીલ દેશોમાં આ પ્રકારના સ્ટોરેજની પણ ઉપલબ્ધતા નથી.

અનેક દેશો વેક્સિનેશન પ્રક્રિયા જલ્દી શરૂ કરી શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે WHO વેક્સિનના ઉપયોગની મંજૂરી આપતા પહેલા સુરક્ષા, ગુણવત્તા અંગે વ્યાપક તપાસ કરવામાં આવે છે. મંજૂરી બાદ વેક્સિનને મંંગાવવા ઈચ્છતા દેશો પોતાને ત્યાં વેક્સિનેશન કાર્યક્રમ જલ્દીથી શરૂ કરી શકે છે.

સિરમના CEO અદર પુનાલા
સિરમના CEO અદર પુનાલા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડાનું કહેવું છે કે ભારત અને દક્ષિણ કોરિયાની બન્ને કંપની એક જ વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે, પણ અલગ-અલગ પ્લાન્ટ હોવાને લીધે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. WHOના જણાવ્યા પ્રમાણે મંજૂરી આપવાની પ્રક્રિયા ઉત્પાદનકર્તાઓથી પૂરા સંશોધન દસ્તાવેજ મળ્યાના ફક્ત ચાર સપ્તાહમાં જ પૂરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો