તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારધારા:અમેરિકામાં ઉદારવાદને ડાબેરી એક્ટિવિસ્ટ સામે જોખમ; અભિવ્યક્તિની આઝાદી નબળી પડી

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વફાદારીના સોગંદ, ઈશ્વરની નિંદા પર દંડ જેવા ધાર્મિક રાજ્યની રીતો પુનર્જિવિત

350 વર્ષ અગાઉ ઉદારવાદે ચર્ચ અને રાજ્યના ગઠબંધન વિરુદ્ધ અભિયાન ચલાવ્યું રહતું. આ વિચારધારાનું પરિણામ ત્રણ ક્રાંતિ તરીકે સામે આવ્યું હતું. અમેરિકામાં થોમસ જેફરસને ચર્ચ અને રાજ્યના ઘૃણાસ્પદ મિલાપને દુનિયાની તમામ બુરાઈઓનું મૂળ જણાવ્યું હતું. ફ્રાન્સમાં ધર્મનિરપેક્ષ લોકશાહીની સ્થાપના થઈ હતી. અંગ્રેજ ક્રાંતિએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને ટકાવી રાખ્યું, પરંતુ તેની અસરો મર્યાદિત કરી દીધી હતી. જોકે, પશ્ચિમના દેશોમાં કંઈક અસામાન્ય ઘટતું રહ્યું છે. પ્રગતિશીલોની એક નવી પેઢી વફાદારીના સોગંધ અને ઈશ્વરની નિંદાના કાયદા જેવી પદ્ધતિ પુનર્જીવિત કરી રહી છે. આ ધાર્મિક રાજ્ય જેવું છે. આ પ્રયાસ ઉદારવાદની મુખ્ય ધારા અમરિકા અને બ્રિટનમાં એ લોકોની આગેવાનીમાં થઈ રહ્યું છે, જે ખુદને ઉદારવાદી કહે છે. જમણેરીની સામે ડાબેરી ઉદારવાદીઓ પણ ઉદારવાદ માટે જોખમ છે. આજે રૂઢિવાદને આધ્યાત્મના બદલે બુદ્ધિજીવી શ્રેષ્ઠી વર્ગ આગળ વધારી રહ્યો છે. જેનું કુદરતી ઘર યુનિવર્સિટીઓ છે. લંડનની બરબેક કોલેજના કોફમેનના અનુસાર બ્રિટન અને અમેરિકામાં જમણેરી વિચારધારા ધરાવતા 70થી 80 જેટલા વિદ્વાનો અને રિસર્ચના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમના વિભાગોમાં વાતાવરણ અત્યંત આક્રમક છે. ડાબેરીઓનું વિદ્યાર્થીઓ પર પ્રભુત્વ છે. વર્તમાન સુધારક વ્યવહાર અને ભાષણ સાથે સંબંધિત નિયમો લાગુ કરવાની માગણી કરે છે. 2019માં નાઈટ ફાઉન્ડેશનની ચાર હજાર કોલેના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા સરવેમાં 68% વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ જે વિચારે છે, તે કહી શકતા નથી, કેમકે તેમના ક્લાસના સાથીદાર તેમને આક્રમક માની શકે છે. દરેક પેઢીની સાથે ઉદારતાનો પાયો- સ્વતંત્ર અભિવ્યક્તિ નબળી પડતી જઈ રહી છે. પ્યૂ રિસર્ચ સેન્ટરનો સરવે કહે છે કે, વર્ષ 2000ની આજુબાજુ જન્મેલા 40% લોકો લઘુમતીઓ માટે આક્રમક સમજાતી અભિવ્યક્તિને દબાવવાની તરફેણમાં છે. જેની સામે 1946થી 1964 વચ્ચે જન્મ લેનારા 27%, 1965થી 1980 વચ્ચે જન્મેલા 24% અને તેનાથી વધુ વૃદ્ધ 12% આવો અભિપ્રાય ધરાવતા હતા. પુસ્તકો પર પ્રતિબંધ લગાવાઈ રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ઈંગ્લેન્ડમાં હોબ્સ અને મિલ્ટનની કૃતિઓ સળગાવી નાખી હતી. આજે યુવાન પ્રકાશકો વિવાદાસ્પદ પુસ્તકો છાપતા નથી. આજકાલ ચર્ચ લોકો પાસેથી કોઈ પદ સંભાળતા પહેલા તેમની ધાર્મિક આસ્થાના મુદ્દે લેખિત નિવેદન માગે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી પણ કંઈક આવું જ કરી રહી છે. તે શિક્ષક પદ માટે અરજી કરનારાને પુછે છે કે, તેઓ ધર્મ, જાતિની વિવિધતાને કેવી રીતે આગળ વધારશે. જમણેરી અને ડાબેરીઓના અતિવાદી વિચારોથી આખરે નુકસાન જ થવાનું છે. બંને પક્ષ સામાજિક સંઘર્ષનો ઉકેલ લાવવા માટે સંસ્થાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.

અસંતુષ્ટોને ગરમ પાણીમાં ઉકાળીને મારી નાખતા હતા
યુરોપમાં એક હજાર વર્ષ સુધી સત્તા પર રહેનારા ધાર્મિક રાજ્ય વિરુદ્ધ વિદ્રોહ માટે ઉદારવાદનો જન્મ થયો હતો.મધ્યયુગના યુરોપમાં રોમન કેથોલિક ચર્ચે કાળા કોટવાળા પાદરીઓની એક સેના ઊભી કરી હતી. જે આધ્યાત્મિક, નૈતિક સહિત તમામ બાબતોમાં આદેશોનું પાલનની અપેક્ષા રાખતી હતી. સુધારવાદે ધાર્મિક હરીફાઈ વધારી અને ધાર્મિક રાજ્ય વધુ મજબૂત થયું હતું. ફ્રાન્સના પાદરીએ જિનિવામાં અસંતોષને ધરપકડો, મૃત્યુની સજા અને રાજ્યમાંથી હાંકી કાઢીને કચડી નાખ્યો હતો. રાજા હેનરી બીજાએ અસંતુષ્ટોને ગરમ પાણીમાં જીવતા ઉકાળીને મારવાનો રસ્તો અપનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...