જીવની ભીખ માંગી રહી છે અફઘાની મહિલાઓ:અમને અંદર આવવા દો, તાલિબાનીઓ આવી રહ્યા છે, અમને મારી નાખશે'; હચમચાવી દે તેવો કાબુલની મહિલાઓનો વીડિયો વાયરલ

કાબુલ5 મહિનો પહેલા
  • અફઘાની મહિલાઓ અમેરિકન સૈનિકોને આજીજી કરતાં મદદ માટે પોકાર કરી રહી

અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનો કબજો છે, તાલિબાને પોતાને બદલાયું હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ ત્યાંની સામાન્ય જનતાને તેના પર વિશ્વાસ નથી. અને આ જ કારણ છે કે લોકો કોઈપણ રીતે દેશની બહાર જવા માંગે છે.

અફઘાની મહિલાઓ અમેરિકન સૈનિકોને આજીજી કરતાં વિનંતી કરી રહી
કાબુલ એરપોર્ટ પર હજારો લોકો ફ્લાઇટની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલીક મહિલાઓ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. એરપોર્ટમાં અંદર જવા માટે અફઘાની મહિલાઓ અમેરિકન સૈનિકોને આજીજી કરતાં વિનંતી કરી રહી છે.

કાબુલના હામિદ કરઝઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકન અને નાટો દેશોના સૈન્યએ બેરિકેડ કરી દીધું છે. આ બધા માત્ર તેમના દેશના નાગરિકો પર ધ્યાન આપે છે અને તેમને પ્રાથમિકતા આપતા અફઘાનિસ્તાનથી બહાર નીકાળી રહ્યા છે. આ દરમિયાન, કેટલીક અફઘાની મહિલાઓ એરપોર્ટમાં અંદર જવા દેવા માટે મદદ માટે પોકાર કરી રહી છે. પરંતુ તેઓ સફળ થઈ શકતી નથી

વિડિયોમાં જોઈ શકાય છે કે ચીસો પાડતી આ મહિલાઓ મદદ માટે પોકાર કરી રહી છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે અમેરિકન સૈનિક સામે મહિલા રડતાં -રડતાં કહી રહી છે હેલ્પ, તાલિબાનીઓ આવી રહ્યા છે. અમને અંદર આવવા દો. પરંતુ તમામ પ્રયાસો બાદ પણ અમેરિકન સૈનિકે દરવાજો ખોલ્યો નહીં.

સેકંડો અફઘાનીઓ દેશ છોડીને જવા માંગે છે
કાબુલ એરપોર્ટ પર પચાસ હજારથી વધુ અફઘાનીઓ હાજર છે, જેઓ દેશ છોડીને જવા માંગે છે. કારણ કે તેમને ડર છે કે જો તે અહીં રહેશે તો તે તાલિબાનના દમનનો ભોગ બનશે. પરંતુ કોઈપણ અફઘાની માટે અફઘાનિસ્તાન છોડવું મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકન અને નાટો દેશોની સેનાઓ સૌ પ્રથમ પોતાન દેશના નાગરિકોને, તેમના મિશનમાં મદદ કરતા લોકોને બહાર નીકાળી રહી છે. બધા દેશોના સૈનિકો એરપોર્ટ પર વ્યસ્ત છે અને પોતપોતાના દેશોમાંથી આવતા પ્લેનમાં બેઠેલા લોકોને બેસાડીને મોકલી રહ્યા છે.

કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગઇકાલે અમેરિકન સૈનિકોએ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ માટે સેનાને ફાયરિંગ કરવું પડ્યું હતું, જેના કારણે અહીં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં 40 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...