તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Less Than 50,000 Cases Were Reported In Brazil For The Second Day In A Row; Canada Bans The Administration Of The AstraZeneca Vaccine To People Under The Age Of 55

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:બ્રાઝિલમાં સતત બીજા દિવસે 50,000થી ઓછા કેસ; કેનેડામાં 55થી ઓછી વયના લોકોને એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવા પર પ્રતિબંધ

સાઓ પાઉલો/ વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના ફ્લોરિડામાં કોરોના ફરી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યો

દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બ્રાઝિલથી રાહતનાં સમાચાર આવી રહ્યા છે. અહીં સતત બીજા દિવસે પણ કોરોનાના 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે અહીં 42,666 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. આ દરમિયાન 1969 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. આ પહેલાં રવિવારે અહીં 44,326 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.

જ્યારે કેનેડામાં 55 વર્ષથી ઓછી વયના લોકોને એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિન આપવામાં આવશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે બ્લડ ક્લોટ જેવી આડઅસરની ફરિયાદ મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વેક્સિનેશન માટે બનેલી નેશનલ એડવાઇઝરી કમિટીએ આ પ્રતિબંધ લગાવ્યો છે.

15થી વધુ દેશોમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન પર લાગવાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો
આ પહેલાં જર્મની, ઈટાલી અને ફ્રાન્સ સહિત 15થી વધુ દેશોએ એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના ઉપયોગ પર હંગામી પ્રતિબંધ લગાવ્યો હતો. આની પાછળનો દાવો એ છે કે વેક્સિન મુકાવનારા કેટલાક લોકોના શરીરમાં બ્લડ ક્લોટિંગ (લોહી ગંઠાવાનું) થઈ રહ્યું હતું. જોકે વેક્સિનને કારણે આવું બન્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે આ દેશોમાં વેક્સિનનો ઉપયોગ કરવાનું ફરીથી શરૂ થઈ ચૂક્યું છે.

કોરોનાં અપડેટ્સ

  • અમેરિકાથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ અહીં ફ્લોરિડા રાજ્યમાં કોરોના વાઇરસ ફરી એક વખત ઝડપી ફેલાઈ રહ્યો છે. મુશ્કેલીની વાત એ છે કે આ વખતે સંક્રમણની સૌથી વધુ અસર યુવાઓ પર જોવા મળી રહી છે.
  • ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, અહીં દરરોજ હવે 5 હજારથી વધુ દર્દી મળી રહ્યા છે. એમાં 8%નો વધારો નોંધાયો છે. આ દર્દીઓમાં 80-90% લોકોની ઉંમર 40 વર્ષની ઓછી છે.
  • પાકિસ્તાન સહિત 37 દેશોમાં કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનો દર સતાવવા લાગ્યો છે. એમાં અમેરિકા, બ્રાઝિલ, UK, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ઈટાલી, યુક્રેન, સ્પેન જેવા દેશો સામેલ છે. આમાંથી કેટલાક દેશ કોરોનાની બીજી, જ્યારે કેટલાક દેશ ત્રીજી લહેરમાંથી પસાર થઈ ચૂક્યા છે.
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું હતું કે દેશમાં હાલની ગતિએ જો વેક્સિનેશન થશે તો ઉનાળા સુધીમાં 70% પુખ્ત વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. જો આવું થયું તો ઉનાળા સુધીમાં દેશના લોકોમાં હાર્ડ ઇમ્યુનિટી આવી જશે.

અત્યારસુધીમાં 12.82 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું
અત્યારસુધીમાં વિશ્વભરમાં 12.82 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 10.34 કરોડ લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 28.03 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે, જેમાં 2.19 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે, તેમાંથી 94,668 દર્દીની હાલત ગંભીર છે, જ્યારે 2.18 કરોડ દર્દીમાં કોરોનાનાં હળવાં લક્ષણો છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,973,414

562,588

23,412,428

બ્રાઝિલ

12,534,688

312,299

10,912,941

ભારત

12,092,615

162,123

11,390,063

રશિયા

4,528,543

98,033

4,146,408

ફ્રાન્સ

4,554,683

94,956

290,810

યુકે

4,337,696

126,615

3,821,179

ઈટાલી

3,544,957

108,350

2,870,614

સ્પેન

3,255,324

75,010

3,016,247

તુર્કી

3,208,173

31,076

2,957,093

જર્મની

2,789,752

76,494

2,494,800

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/પરથી લેવામાં આવ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો