બ્રિટિશ PM બનવાની રેસમાં ઋષિ સુનક ટોપ પર:એલિમિનેશન રાઉન્ડના સેકેન્ડ બેલેટ રિઝલ્ટમાં પણ સુનક સૌથી આગળ, સુએલા બ્રેવરમેન બહાર

લંડન3 મહિનો પહેલા

ભારતવંશી ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં વધુ એક ડગલું આગળ વધ્યા છે. ગુરુવારે એલિમિનેશન રાઉન્ડના સેકેન્ડ બેલેટ રિઝલ્ટમાં પણ સુનક 101 વોટની સાથે ટોપ પર રહ્યાં. તો એક અન્ય ભારતીય મૂળના નેતા સુએલ બ્રેવરમેન આ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા.

આ ઉપરાંત પેન્ની મોર્ડાન્ટ આ રાઉન્ડમાં 83 વોટની સાથે રેસમાં બીજા નંબરે રહ્યાં. 64 વોટની સાથે ત્રીજા નંબરે લિઝ ટ્રોસ હતા. 49 વોટની સાથે કેમી બેડેનોક ચોથા નંબરે રહ્યાં. ટોમ ટુઝેન્ટ 32 વોટની સાથે પાંચમા, જ્યારે ભારતીય મૂળની સુએલા બ્રેવરમેન 27 વોટની સાથે આ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા.

નેતા પસંદ કરવાની પુરી પ્રક્રિયાને સમજો
બ્રિટનમાં PM બનવા માટે ઋષિ સુનકની સામે સૌથી મોટો પડકાર કન્ઝર્વેટિવ પાર્ટીમાં પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવાનું છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતા પસંદ કરવાની પ્રક્રિયામાં એક કમિટી સામેલ હોય છે. આ કમિટીના સભ્ય પાર્ટીના સાંસદ જ હોય છે.

નેતા પસંદ કરવા માટે ત્રણ સ્તરની પ્રક્રિયા હોય છે, નોમિનેશન, એલિમિનેશન અને ફાઈનલ સિલેક્શન. સુનક નોમિનેશન રાઉન્ડમાં સૌથી આગળ હતા. તો બુધવારથી શરૂ થયેલા એલિમિનેશન રાઉન્ડના ફર્સ્ટ બેલેટ રિઝલ્ટમાં પણ તેઓ ટોપ પર હતા. ગુરુવારે એલિમિનેશન રાઉન્ડના સેકન્ડ બેલેટ રિઝલ્ટમાં પણ સુનક સૌથી આગળ રહ્યાં. એલિમિનેશન રાઉન્ડનું હવે વોટિંગ 18 જુલાઈએ થશે. આ રાઉન્ડનું અંતિમ વોટિંગ 21 જુલાઈએ ફાઈનલ થશે.

30થી ઓછા વોટ મળવા પર ઉમેદવાર એલિમિનેટ થઈ જાય છે
નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે એલિમિનેશન રાઉન્ડ ચાલી રહ્યો છે. હાલ ઋષિ સુનક આ રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમની ટક્કર અન્ય એક ભારતીય રાજકારણી સુએલા બ્રેવરમેન સાથે છે. બ્રિટનનના પીએમ બનવા માટે 8 નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી બે ઉમેદવાર એલિમિનેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે એલિમિનેશન રાઉન્ડનું વોટિંગ બેલેટ પેપર કરવામાં આવે છે, એમાં 30થી ઓછા વોટ મેળવનાર ઉમેદવાર એલિમિનેટ થઈ જાય છે.

પત્ની અક્ષતા મૂર્તિ અને છોકરીઓની સાથે ઋષિ સુનક.
પત્ની અક્ષતા મૂર્તિ અને છોકરીઓની સાથે ઋષિ સુનક.

પહેલા રાઉન્ડમાં કેટલા વોટ?
એલિમિનેશન રાઉન્ડના વોટિંગમાં ઋષિ સુનકને 88 એટલે 25 ટકા વોટ મળ્યા છે, તેની સાથે જ તેઓ ટોપ પર છે. આ રેસમાં સફળ થવા પર ઋષિ બ્રિટનના વડાપ્રધાન બનશે, જોકે તેમની સામે બ્રિટનના સાંસદોનું સમર્થન એકત્રિત કરવાનો એક મોટો પડકાર છે. ઋષિ સુનક પછી અલિમિનેશન રાઉન્ડના વોટિંગમાં પેન્ની માર્ડોન્ટને 67 ટકા વોટ મળ્યા છે, તેઓ 19 ટકા વોટની સાથે બીજા નંબર છે. તેમની સાથે જ લિઝ ટ્રોસ 14 ટકા વોટની સાથે ત્રીજા નંબરે છે. 11 ટકા વોટની સાથે કેમી બેડેનોક ચોથા નંબર પર છે. ટોમ ટુજેન્ટ 10 ટકા વોટ સાથે 5મા નંબરે છે. જ્યારે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન 9 ટકા વોટ સાથે છઠ્ઠા નંબરે છે. એલિમિનેશન રાઉન્ડમાં બે ઉમેદવાર નધીમ જહાવી અને જર્મી હંટને માત્ર 7 અને 5 ટકા વોટ મળ્યા અને એની સાથે જ તેઓ પીએમ બનવાની રેસમાંથી બહાર થઈ ગયા છે.

કોણ છે ઋષિ સુનક?
ઋષિ સુનકના પેરેન્ટ્સ મૂળ ભારતના પંજાબના રહેવાસી હતા, જોકે તેઓ વિદેશમાં વસ્યા હતા. સુનકનો જન્મ બ્રિટનના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, દર્શન અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં આવતાં પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશ અને હેજ ફન્ડમાં કામ કર્યું હતું. એ પછી તેમણે ઈન્વેસ્ટમેન્ટ ફર્મની સ્થાપના કરી હતી. તેમની માતા એક ફાર્માસિસ્ટ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં કરે છે. સુનકના પિતાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે.

નારાયણ મૂર્તિના જમાઈ છે
ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ અને અક્ષતાને બે દીકરી છે. તેમનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે. બંનેનાં લગ્ન 2009માં થયાં હતાં.

નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિની સાથે વર્ષ 2009માં થયા હતા ઋષિ સુનકના લગ્ન.
નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિની સાથે વર્ષ 2009માં થયા હતા ઋષિ સુનકના લગ્ન.

રાજકીય કરિયર પર એક નજર
ઋષિને કન્ઝર્વેટિવ પાર્ટીના ઊભરતા સ્ટાર ગણવામાં આવે છે. ઋષિ 2015માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં સ્થાનિક સરકારમાં મંત્રી તરીકે સામેલ થયા હતા. 2019માં તેમને ટ્રેઝરીના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા. વડાપ્રધાન બોરિસ જોનસનની ચૂંટણીના કેમ્પેનમાં ઋષિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મીડિયા ઈન્ટરવ્યુ માટે સરકાર મોટા ભાગે તેમને જ આગળ રાખે છે. ઘણા પ્રસંગોમાં ટીવી ડિબેટમાં બોરિસની જગ્યાએ ઋષિએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...