તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફાઈઝર કંપનીની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના સંક્રમણથી 90 ટકા સુરક્ષિત રહેવામાં સફળતા મળી છે. કંપની ચાલુ વર્ષના અંતમાં 1 કરોડ ડોઝ બ્રિટિશ સરકારને ઉપલબ્ધ કરાવશે. ઉત્પાદનથી લઈ દરેક વ્યક્તિના હાથ સુધી પહોંચાડવા વેક્સિનને માઈનસ 70 ડિગ્રી તાપમાનમાં રાખવી જરૂરી છે. આથી કંપનીઓથી હોસ્પિટલ તથા પરિવહનમાં આટલું તાપમાન જાળવવાનું સૌથી મોટો પડકાર છે. ફ્રોઝન પ્રોડક્ટના પરિવહન વિશેષજ્ઞ ડૉ. એલેકઝાન્ડર એડવોડ્સ કહે છે કે ડ્રાય આઈસ તેનો એક માત્ર વિકલ્પ છે. તેનું સરેરાશ તાપમાન માઈનસ 78 ડિગ્રી હોય છે. જો કે એક સાથે મોટી માત્રામાં આ બરફ જવાથી જોખમ સર્જાઈ શકે છે. જે ક્ષેત્રમાં અત્યારે આ બરફનો ઉપયોગ થાય છે ત્યાં પડકાર ઊભો થશે. તેમના જણાવ્યા મુજબ ડ્રાય આઈસ ડોમેસ્ટિક ફ્રીઝર (તાપમાન માઈનસ 20 ડિગ્રી)ની સરખામણીએ 4 ગણું ઠડું હોય છે. આથી સુપર માર્કેટ સમક્ષ ફ્રોઝન પ્રોડક્ટ વેચવાનું સંકટ ઊભું થશે. આ સ્ટોરમાં મોટા રેફ્રીઝરેટરમાં ડ્રાય આઈસનો ઉપયોગ થાય છે. તો નાઈટ ક્લબ, ઇવેન્ટ અને પાર્ટીમાં પણ સ્મોક મશીનનો ઉપયોગ થઈ શકશે નહીં. પાર્ટીની રોનક જતી રહેશે. કારણ કે ત્યાં ધૂમાડાનો માહોલ બનાવવા સ્મોક મશીનનો ઉપયોગ કરાય છે. તેનાથી ડ્રાય આઈસને ઝડપથી ગરમ કરાય છે અને તે ધૂમાડા રૂપે નીકળે છે અને સિનેમેટિક ઇફેક્ટ ઊભી કરે છે. ઉલ્લેખનીય છે કે નક્કર કાર્બન ડાયોક્સાઈડ જ ડ્રાય આઈસ હોય છે. તે કુલીંગ એજન્ટ છે. આઈસ્ક્રીમ બનાવવા અને બરફના સ્ક્લ્પચરને પીગળતો અટકાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. જર્મન કંપનીએ કહ્યું- અમારી વેક્સિન 5 ડિગ્રી પર 3 મહિના સુધી સુરક્ષિત: બીજી તરફ જર્મન કંપની ક્યોર વેકે કહ્યું છે કે તેની પ્રાયોગિક કોવિડ-19 વેક્સિન ત્રણ મહિના સુધી 5 ડિગ્રીએ સુરક્ષિત રહી શકે છે. તે રૂમના તાપમાન પર 24 કલાક સુરક્ષિત રહી શકે છે. કંપની ત્રીજા તબક્કાનું ટ્રાયલ હવે શરૂ કરશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.