• Gujarati News
  • International
  • Large Amounts Of Water Were Found On A Planet Close To Earth, With Water Spanning As Far As The Netherlands.

મંગળ પર જળ!:લાલ ગ્રહ પર મોટા જથ્થામાં પાણી મળી આવ્યું, નેધરલેન્ડ દેશ જેવડા વિસ્તારમાં પાણી ફેલાયેલું જોવા મળ્યું; યુરોપ અને રશિયાની એજન્સીને મોટી સફળતા

એક મહિનો પહેલા
ફોટો- getty images

મંગળ ગ્રહ પર યૂરોપિયન અને રશિયન સ્પેસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. તેમને મંગળ ગ્રહની સપાટી પર મોટા જથ્થામાં પાણી મળી આવ્યું છે. હકીકતમાં તેઓ યાન દ્વારા મંગળની સપાટી પર હાઈડ્રોજનની શોધ કરી રહ્યા હતા, પરંતુ આ યાન આટલી મોટી જાણકારી મેળવી લાવશે તે યૂરોપ અને રશિયાના વૈજ્ઞાનિકોને પણ અંદાજો નહીં હોય. ચાલો જાણીએ મંગળ ગ્રહના કયા ખૂણે આટલી મોટી માત્રામાં પાણી મળી આવ્યું છે.

ફોટો- એક્સોમાર્સ ઓર્બિટર ટ્વિટર પેજ
ફોટો- એક્સોમાર્સ ઓર્બિટર ટ્વિટર પેજ

યૂરોપિયન એજન્સી (ESA) અને રશિયન સ્પેસ એજન્સી (Roscosmos)ના મંગળયાન એક્સોમાર્સ ટ્રેસ ગેર ઓર્બિટર (ExoMars Trace Gas Orbiter)એ મંગળ ગ્રહના ગ્રાન્ડ કેનિયન વેલેસ મેરિનેરિસમાં મોટા જથ્થામાં પાણીની શોધ કરી છે. આ પાણી જમીનની સપાટીની નીચે છે.

હાઈડ્રોજનની શોધ કરવા ExoMars યાન મંગળની પ્રદક્ષિણા કરતું હતું
આ યાન મંગળ ગ્રહની ચારે બાજુ હાઈડ્રોજનની શોધ કરી રહ્યું હતું, જેથી મંગળમાં પાણી છે કે નહીં તેની શોધ કરી શકાય. પરંતુ અચાનક જ યાનને મેરિનેરિસ ગ્રાન્ડ કેનિયનની જમીનમાં મોટા જથ્થામાં પાણી મળી આવ્યું. આ જાણકારી મળતા જ યૂરોપ અને રશિયાના વૈજ્ઞાનિકો હેરાન રહી ગયા. કેમકે મંગળમાં પાણી છે તેનો અંદાજો કોઈને નહોતો.

ફોટો- ESA
ફોટો- ESA

આ અગાઉ ESAના માર્સ એક્સપ્રેસે પણ મંગળ ગ્રહ પર નીયર સરફેસ વોટરના પુરાવા એકઠા કર્યા હતાં. આ પાણી મંગળ ગ્રહની સપાટીથી ઉંડાણવાળા અને અંધકાર ધરાવતા વિસ્તારોમાં ખનીજો વચ્ચે હતું. પરંતુ તેનો જથ્થો ઓછો હતો.

એક્સોમાર્સ મંગળ ગ્રહની સપાટીની એક મીટર નીચે સુધીની જાણકારી મેળવી શકે છે
મોસ્કો સ્થિત સ્પેસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ ઓફ ધ રશિયન એકેડમી ઓફ સાયન્સીસના વૈજ્ઞાનિક મિત્રોફાનોવનું કહેવું છે કે એક્સોમાર્સ ટ્રેસ ગેર ઓર્બિટર મંગળ ગ્રહની સપાટીની એક મીટર નીચે જોઈ શકે છે. તે એ પણ જાણકારી મેળવી શકે છે કે પાણીની હાજરી કઈ જગ્યાએ છે. તે યાનનું ટેલિસ્કોપ પાણી શોધવામાં માસ્ટર છે.

ફોટો- GETTY IMAGES
ફોટો- GETTY IMAGES

જે વિસ્તારમાં પાણી મળી આવ્યું તે નેધરલેન્ડ કરતા પણ મોટો વિસ્તાર
યાને એક ખાસ જગ્યાને લોકેટ કરી છે, જ્યા જમીનની અંદર હાઈડ્રોજનન પાણીના કણોના સ્વરુપે હાજર છે. અહીં 40%થી વધુ વિસ્તારમાં પાણી ભરાયેલું છે. આ વિસ્તાર નેધરલેન્ડ દેશ જેટલો મોટો છે. એટલે કે 41,543 વર્ગ કિલોમિટરના વિસ્તારમાં પાણી છે. મંગળ ગ્રહ પર પાણીની આ અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે.

ફોટો- એક્સોમાર્સ ઓર્બિટર ટ્વિટર પેજ
ફોટો- એક્સોમાર્સ ઓર્બિટર ટ્વિટર પેજ

અંતરિક્ષ યાનની આધુનિક ટેક્નોલોજીના કારણે હાઈ રિઝોલ્યુશન તસવીરો મળી શકી
સ્પેસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના અન્ય વૈજ્ઞાનિક અને ઈગોરના સાથી એલેક્સી માલાખોવે જણાવ્યું કે યાનની આધુનિક ટેક્નોલોજીના કારણે અમને હાઈ રિઝોલ્યુશન તસવીરો મળી શકી. જેના કારણે અમને વેલેસ મેરિનેરિસ ગ્રાન્ડ કેનિયનમાં પાણીની હાજરી શોધવામાં સફળતા મળી.

ફોટો- GETTY IMAGES
ફોટો- GETTY IMAGES
અન્ય સમાચારો પણ છે...