તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પાકિસ્તાનમાં ભૂસ્ખલન:ગિલગિત બાલ્ટિસ્તાનમાં ભૂસ્ખલનની ઝપટમાં આવેલી બસ ઊંડી ખીણમાં ગબડી પડી, 16 લોકોના મૃત્યુ

ઈસ્લામાબાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના ગિલગિત બાલ્ટિસ્તાનમાં ભૂસ્ખલનને લીધે એક માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. તેને લીધે રવિવારે સવારે રાઉન્ડો વિસ્તારમાં ભૂસ્ખલનની ઝપટમાં આવવાને લીધે એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. રેડિયો પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે બસ રાવલપિંડીના સ્કાર્દૂ જઈ રહી હતી. રાઉન્ડોના આસિસ્ટન્ટ કમિશ્નર મિરાજ આલમના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનાનો શિકાર એક બસ બની હતી. જેમાં 18 લોકોના મૃત્યુ થયા હતા.

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 6 લોકોની ઓળખ થઈ
સેનાના ફ્રન્ટીયર વર્ક ઓર્ગેનાઈઝેશનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સબ ડિવિઝનલ પોલિસ અધિકારી (SDPO) હાસને રવિવારે સાંજે જાણકારી આપી હતી કે રેસ્ક્યૂ કામગીરી પૂરી થઈ ગઈ છે. બસમાંથી 16 મૃતદેહ મળી આવ્યા છે. તેમા ડ્રાઈવર કન્ડેક્ટર સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. અન્ય કેટલાક મૃતદેહોની ઓળખ થઈ ચુકી છે. ભૂસ્ખલનની માટીને હટાવવા માટે થોડી વાર માટે ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો