તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:બાયોએનટેકનો વિશ્વાસ, તેમની વેક્સિન વાઈરસના નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે; ભૂટાનમાં 7 દિવસનું લોકડાઉન લાગ્યું

વોશિંગ્ટન4 મહિનો પહેલા
 • વિશ્વમાં અત્યારસુધીમાં 7.80 કરોડથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું, 17.15 લાખ લોકો મૃત્યુ પામ્યા, 5.48 કરોડ સાજા થયા
 • અમેરિકામાં કેસની સંખ્યા 1.84 કરોડથી વધુ, અત્યારસુધીમાં 3.27 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

કોરોના વાઈરસના નવા સ્ટ્રેન સામે આવ્યા બાદ તમામની ચિંતા વધી ગઈ છે. મોટો સવાલ એ છે કે હાલ ડેવલપ કરવામાં આવેલી વેક્સિન અસરકારક હશે કે નહીં. જો કે જર્મનીની ફાર્મા કંપની બાયોએનટેકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમની વેક્સિન બ્રિટનમાં મળેલા કોરોના નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. જો કે ભારપૂર્વક આ અંગે કંઈ પણ કહેતા પહેલાં તેના પર વધુ સ્ટડીની જરૂર છે.

તો કોરોનાના વધતા કેસના કારણે ભૂટાનમાં 7 દિવસનું નેશનવાઈડ લોકડાઉન લગાડવાનો નિર્ણય કરાયો છે. જેની શરૂઆત 23 ડિસેમ્બરથી થશે. વડાપ્રધાન ઓફિસે મંગળવારે આ અંગેની જાણકારી આપી.

વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 7.80 કરોડને પાર થઈ ગઈ છે. 5 કરોડ 48 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 17 લાખ 15 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ ઓછાં પડી રહ્યાં છે. બીજી બાજુ, સ્વીડને પણ બ્રિટનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેલિફોર્નિયામાં મુશ્કેલીઓઓ વધી
અમેરિકાના કેલિફોર્નિયામાં વહીવટી તંત્ર સામે મોટી સમસ્યાઓ છે. રાજ્યના દક્ષિણ ભાગમાં ફક્ત આઇસીયુ જ નહીં, જનરલ બેડ પણ ઓછાં પડી રહ્યાં છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે મોટે પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ક્રિસમસ ખૂબ નજીક હોવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હાલમાં, મેકશિફ્ટ હોસ્પિટલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં સૌથી વધુ વસતિ ધરાવતું રાજ્યોમાંનું એક છે. અહીં રાજ્યપાલ ગેવિન ન્યુઝનએ કહ્યું- અમે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. આશા છે કે બધું જલદીથી અંકુશમાં આવશે.

સ્વીડને પણ બ્રિટનના મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો
મંગળવારે સવારે સ્વીડને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેણે બ્રિટનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાંસ, ઇઝરાયેલ અને જર્મનીએ બ્રિટનને લઈને લીધેલાં પગલાંનું સ્વીડિશ સરકાર સમર્થન કરે છે. દેશના નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી નિર્ણય લેવામાં આવશે.

બ્રિટનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકનાર સ્વીડન 40મો દેશ છે. ભારત સહિતના ઘણા દેશોએ આ અંગે પહેલેથી જ નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોરોનાનું નવો સ્ટ્રેન સામે આવ્યો છે. વિશેષ વાત એ છે કે સ્વીડને ડેન્માર્કના મુસાફરો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે અત્યાર સુધીમાં 40 દેશોએ અહીંથી આવનારી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે અત્યાર સુધીમાં 40 દેશોએ અહીંથી આવનારી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

વેટિકને કહ્યું- વેક્સિન જરૂર લગાવશો
કેથોલિક ખ્રિસ્તીઓના વિશ્વાસનું સૌથી મોટું કેન્દ્ર વેટિકન સિટીએ સોમવારે વેક્સિન વિશેના ભયને દૂર કરવાનો પ્રયાસ કર્યો. વેટિકને કહ્યું- કોરોના વેક્સિન નૈતિક રીતે સ્વીકાર્ય છે કેથોલિક ખ્રિસ્તીઓએ તેને જરૂરથી લગાવવી જ જોઈએ. વેટિકનનું આ નિવેદન ખૂબ મહત્ત્વનું છે, કારણ કે કેટલાક અમેરિકન અને યુરોપિયન નેતાઓએ પોપની આ સંસ્થા અને શહેરને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. અમેરિકામાં કેટલાક લોકો ખાસ કરીને આ વેક્સિનને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશમાં પરિસ્થિતિ

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

18,473,716

326,772

10,802,496

ભારત

10,075,422

146,145

9,635,614

બ્રાઝિલ

7,264,221

187,322

6,286,980

રશિયા

2,877,727

51,351

2,295,362

ફ્રાન્સ

2,479,151

60,900

184,464

તુર્કી

2,073,511

67,616

ઉપલબ્ધ નહીં

યુકે

2,043,704

18,351

1,834,705

ઈટાલી

1,964,054

69,214

1,281,258

સ્પેન

1,830,110

49,260

ઉપલબ્ધ નહીં

આર્જેંન્ટીના

1,547,138

41,997

1,374,401

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો