• Gujarati News
  • International
  • Lack Of Full time Teachers In US Schools, Subsistence. Demand For This Specialty Has Grown Significantly As A Result Of Recent Corporate Scandals

ભાસ્કર વિશેષ:USની સ્કૂલ્સમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત, સબસ્ટિ. ટીચર્સની માગ વધી, નવી ભરતીમાં કોલેજ ડિગ્રીમાં છૂટ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણી સ્કૂલ્સ વર્ગો રદ કરતી હતી, હવે અભ્યાસ ફરી પાટા પર

અમેરિકાના વર્જિનિયા સ્ટેટના હન્ટિંગ્ટન શહેરની એક પ્રાઇમરી સ્કૂલમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત સર્જાઇ. ઘણા ટીચર્સ રજા પર ઉતરી ગયા તો કેટલાકે નોકરી છોડી દીધી. સ્કૂલે કેટલાક વર્ગો રદ કરવા પડ્યા. ઓનલાઇન સ્ટડીમાં બાળકોને તકલીફ પડી રહી હતી તો સ્કૂલ મેનેજમેન્ટ સબસ્ટિટ્યૂટ (વૈકલ્પિક) ટીચર્સ તરફ વળ્યા.

સ્કૂલ્સે કોલેજ ડિગ્રી ફરજિયાત હોવાની શરત પણ સબસ્ટિટ્યૂટ ટીચર્સ માટે રદ કરી. સબસ્ટિટ્યૂટ ટીચર્સની માગ ઘણી વધી ગઇ. ઘણા ટીચર્સે આ પોસ્ટ માટે અરજી કરી દીધી. સબસ્ટિટ્યૂટ ટીચર્સને સ્કૂલ્સમાં વધુ વર્ગો મળવા લાગ્યા, જેથી તેમના વેતનમાં પણ વધારો થયો.

અમેરિકામાં સબસ્ટિટ્યૂટ ટીચરના પદ માટેની જરૂરી યોગ્યતા ધરાવતા લોકો સ્કૂલમાં અરજી આપી રાખે છે. સ્કૂલમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત હોય ત્યારે તેમને બોલાવાય છે. કોરોનાકાળને લીધે તથા અન્ય કારણોસર જગ્યા ખાલી પડતાં ઘણાં રાજ્યોમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત સર્જાઇ. હવે સ્કૂલ્સે કોલેજ ડિગ્રીની અનિવાર્યતા હંગામી ધોરણે દૂર કરી છે.

સબસ્ટિટ્યૂટ ટીચરની વ્યવસ્થા સામે કેટલાક શિક્ષણવિદ્, વાલીઓનો વિરોધ
અમેરિકાના મિસૌરી અને ઓરેગોન એવાં રાજ્યોમાં સામેલ છે કે જ્યાં સબસ્ટિટ્યૂટ ટીચર્સની નિમણૂકમાં કોલેજ ડિગ્રીમાં છૂટ અપાઇ છે. આ વ્યવસ્થાનો કેટલાક શિક્ષણવિદો અને ઘણા વાલીઓએ વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે વર્ગો નિયમિતપણે જારી રાખવાના નામે સબસ્ટિટ્યૂટ ટીચર્સને આ રીતે યોગ્યતામાં છૂટ આપવાથી બાળકોના શૈક્ષણિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે. કોલેજ ડિગ્રીની અનિવાર્યતા લાગુ કરવામાં આવે, સ્કૂલ્સ ફુલ ટાઇમ ટીચર્સની ભરતી કરે.

અન્ય સમાચારો પણ છે...