તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Opened The Way For Kulbhushan's Appeal In Pakistan; Parliament Approved The Bill, Requiring Senate Approval As Well

સજાની સામે અપીલ કરી શકશે જાધવ:પાકિસ્તાનમાં કુલભૂષણની અપીલનો માર્ગ ખૂલ્યો; સંસદે બિલને મંજૂરી આપી, સિનેટની મંજૂરી પણ જરૂરી

ઈસ્લામાબાદ9 દિવસ પહેલા
  • પાકનો દાવો છે કે જાધવ RAWનો એજન્ટ છે અને બલૂચિસ્તાનથી 2016માં પકડાયો હતો

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ ઝડપથી મૃત્યુની સજાની સામે અપીલ કરી શકશે. 4 વર્ષ પહેલાં જાસૂસીના આરોપમાં તેમને મિલિટ્રી કોર્ટે સજા સંભળાવી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીએ ગુરુવારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(રિવ્યૂ એન્ડ રી-કન્સિડરેશન) ઓર્ડિનન્સ 2020ને મંજૂર કર્યું.

આ બિલ મુજબ, પાકિસ્તાનની જેલમાં સજા પામેલા વિદેશી કેદી ઉપરી કોર્ટમાં અપીલ કરી શકશે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, ગુરુવારે કાયદામંત્રી ફરોગ નસીમે આ બિલ સંસદમાં રજૂ કર્યું. હવે આ બિલ સિનેટની પાસે જશે. જો ત્યાંથી મંજૂરી મળે છે તો રાષ્ટ્રપતિની સહી બાદ એ કાયદો બની જશે.

શું થશે ફાયદો
અત્યારસુધીમાં પાકિસ્તાનની જેલમાં બંધ વિદેશી કેદી જેમને મિલિટ્ર્ી કોર્ટે સજા સંભળાવી છે તેઓ આ સજાની સામે કોર્ટમાં અપીલ દાખલ કરી શકતા ન હતા. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલામાં સુનાવણી કરતા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનને આ મામલામાં સુધારો કરવા કહ્યું હતું, જેથી બીજા દેશોના નાગરિકોને ન્યાય મળી શકે.

જાધવના મામલામાં શું શક્ય છે?
જો નવું બિલ સિનેટ પણ પાસ કરી દે છે તો એ કાયદો બની જશે. એ પછી જાધવ મિલિટ્રી કોર્ટના ચુકાદાને હાયર સિવિલ કોર્ટમાં પડકારી શકશે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ RAWનો એજન્ટ છે અને બલૂચિસ્તાનથી 2016માં પકડાયો હતો. જ્યારે બીજી તરફ ભારતનો દાવો છે કે જાધવ ઈન્ડિયન નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેઓ કારોબાર માટે ઈરાન ગયા હતા.

તેમને પાકિસ્તાનની જાસૂસી એજન્સીએ કિડનેપ કર્યા હતા. મિલિટ્રી કોર્ટે 2017માં જાધવને મૃત્યુની સજા કરી હતી. ભારતે તેને ICJમાં પડકારી. ત્યારથી આ મામલો પેન્ડિંગ છે. ICJએ આ સજા પર સ્ટે આપ્યો હતો, સાથે જ કાઉન્સિલર એક્સેસ આપવાનું પણ કહ્યું હતું.

ડોભાલે કરી હતી છોડાવવાની કોશિશ
ICJમાં જાધવનો પક્ષ ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ રજૂ કર્યો હતો. ગત વર્ષે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે- જાધવને છોડાવવા બાબતે ભારત સરકારે પાકિસ્તાન સાથે બેક ડોર વાતચીત કરી હતી.

એનએસએ અજિત ડોભાલે પોતે પાકિસ્તાનના એ વખતના એનએસએ નાસિર ખાન જંજુઆ સાથે આ અંગે વાતચીત કરી હતી, જોકે એમાં નિષ્ફળ રહ્યા હતા. આપણને આશા હતી કે પાકિસ્તાન સાથેની બેક ડોર વાતચીતથી તે આ અંગે સહમત થઈ જશે. અમે માનવતાના આધારે જાધવને છોડી દેવાની વાત કરી રહ્યા હતા. જોકે આમ શકય ન બન્યું. પાકિસ્તાને કુલભૂષણના મામલાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો છે.