તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • KP Sharma Oli Became The Prime Minister Of Nepal Again 3 Days Later; Opposition Groups Called For A Boycott Of The By elections

નેપાળના રાજકારણમાં ફરી બદલાવ:કેપી શર્મા ઓલી 3 દિવસ બાદ ફરી નેપાળના વડાપ્રધાન બન્યા; સરકાર બનાવવા માટે જરૂરી બેઠક ન ભેગી કરી શક્યા વિપક્ષી દળ

કાઠમાંડુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેપી શર્મા ઓલીએ 30 દિવસમાં બહુમતી પુરવાર કરવી પડશે (ફાઈલ) - Divya Bhaskar
કેપી શર્મા ઓલીએ 30 દિવસમાં બહુમતી પુરવાર કરવી પડશે (ફાઈલ)

કેપી શર્મા ઓલી વિશ્વાસ મત હાર્યાને ત્રણ દિવસ બાદ ફરી નેપાળના વડાપ્રધાન પદે આરૂઢ થયા છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ શુક્રવારે સાંજે તેમને પદ અને ગોપનીયતના શપથ અપાવ્યા. ઓલીના નેપાળી બંધારણના અનુચ્છેદ 76(3) અંતર્ગત વડાપ્રધાન પદે ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં સોમવારે રાષ્ટ્રપતિએ વિપક્ષને તક આપી હતી કે તેઓ ગુરૂવારે રાત્ર 9 વાગ્યા સુધીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરે.

બંધારણ મુજબ બે કે તેનાથી વધુ પાર્ટીઓ મળીને 271 સભ્યવાળા ગૃહમાં 136 સીટ ભેગી કરવાની હતી. પરંતુ ડેડલાઈન ખતમ થઈ ત્યાં સુધીમાં વિપક્ષી દળના તમામ પ્રયાસ છતાં આ આંકડા સુધી ન પહોંચી શક્યા અને કેરટેકર વડાપ્રધાન ઓલીને જ ફરી ચૂંટવામાં આવ્યા. આ અંતર્ગત તમામ પાર્ટીના પ્રમુખ વડાપ્રધાન પદનો હકદાર હોય છે. આ ત્યારે જ શક્યા છે જ્યારે બીજી વિપક્ષી પાર્ટી કે ગઠબંધન સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી ન એકઠી કરી શકે.

આગળ શું
ઓલીને એક મહિના એટલે કે 30 દિવસમાં સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. જો એવું ન થયું એટલે કે ઓલી બહુમતી સાબિત ન કરી શક્યાત તો સંસદને ફરી ભંગ કરવામાં આવશે અને દેશમાં ચૂંટણી થશે. નેપાળી કોંગ્રેસ અને NCP ગુરૂવારે બહુમતીના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં.

સોમવારે શું થયું હતું
સોમવારે ઓલીએ વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાજીનામું આપી દિધું હતું. મતદાન દરમિયાન કુલ 232 સાંસદોએ ભાગ લીધો હતો. જેમાંથી 124એ ઓલીના વિરોધમાં જ્યારે 93એ તેમના પક્ષમાં મતદાન કર્યું હતું. 15 સાંસદ ન્યૂટ્રલ રહ્યાં હતા. ઓલીની સરકાર બચાવવા માટે કુલ 136 વોટની જરૂર હતી. નેપાળની સંસદમાં કુલ 271 સભ્ય છે. માધવ નેપાળ અને ઝાલાનાથ ખનાલ ગ્રુપ વોટિંગમાં સામેલ થયા ન હતા.

ઓલી ફેબ્રુઆરી 2018માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી પહેલી વાર તેઓ 271 સીટવાળી સંસદમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરી રહ્યાં હતા. ઓલીનું સમર્થન આપી રહેલી અહમ મધેશી પાર્ટીએ વોટિંગ દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તેમા લાગતું હતું સરકાર પડી જશે. જો કે 2 વર્ષમાં એવી ઘણી તક આવી, પરંતુ દરેક વખતે તેઓ સરકાર અને ખુરસીને બચાવવામાં સફળ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...